
Indonesia floods: ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 900 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને સેંકડો લોકો લાપત્તા છે,વિનાશક પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત હજારો લોકોને મદદ કરવા માટે બચાવ ટીમો સતત કામ કરી રહી છે.એક અઠવાડિયાથી વધુ સમય સુધી ભારે ચોમાસાના વરસાદને કારણે ઘણા વિસ્તારો ગંભીર રીતે પ્રભાવિત થયા છે.સેંકડો લોકો હજુ પણ ગુમ છે,અને તેમના મૃતદેહો કાદવ નીચે દટાયેલા પડ્યા છે પરિણામે મૃત્યુઆંક ખૂબ મોટો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
ઇન્ડોનેશિયાની આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ ભૂખમરો ફાટી નીકળવાના જોખમની ચેતવણી આપી છે.દૂરના છેવાડાનાગામડાઓ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે પરિણામે ત્યાંની વાસ્તવિક સ્થિતિ શુ હશે તે કહેવું મુશ્કેલ બન્યું છે અહીં રાહત સામગ્રી કે મદદ પહોંચાડવાનું અશકય બન્યું છે.કેટલાક ગામડાઓ સુધી પહોંચવાના રસ્તા સંપૂર્ણપણે ધોવાઈ જતા અનેક ગામ સંપર્ક વિહોણા બની ગયાના અહેવાલ છે.
ઇન્ડોનેશિયા સહિત દક્ષિણ એશિયાના શ્રીલંકા અને થાઇલેન્ડ પણ જળપ્રલયથી ગંભીર રીતે પ્રભાવિત થયા છે. આ દેશોમાં પણ પૂરના કારણે જાનમાલનું મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે,આ ભયાનક તબાહીના કારણે મોટી જાનહાની અને જાનમાલને નુકશાન પહોંચ્યું છે.ભારે વરસાદને પગલે આવેલા વિનાશક પૂરના કારણે ઇન્ડોનેશિયા, શ્રીલંકા અને થાઇલેન્ડમાં મૃત્યુઆંક વધીને 1,379 થઈ ગયો છે.
પશ્ચિમ ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર, 744 લોકોના મોતની પુષ્ટિ થઈ છે,જ્યારે 551 ગુમ છે જ્યારે ઉત્તર સુમાત્રા પ્રાંતમાં પૂરને કારણે 500,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હોવાનું માનવામાં આવે છે.આ આપત્તિથી મૃત્યુઆંક શ્રીલંકામાં 465 અને થાઇલેન્ડમાં 170 પર પહોંચ્યો હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







