
- IPL 2025: વિરાટ કોહલીને છોડીને અન્ય ખેલાડીને RCBએ બનાવ્યો કેપ્ટન
IPL 2025ની શરૂઆત પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મોટો ફેરફાર કર્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPLના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. રજત પાટીદાર ટીમના નવા કેપ્ટન બન્યા છે.
આ પદ માટે સૌથી આગળ વિરાટ કોહલી હતા, જેમણે 2013થી 2021 સુધી ફ્રેન્ચાઇઝનું નેતૃત્વ કર્યું હતું. તે IPL 2023માં ત્રણ મેચ માટે કેપ્ટન પણ હતો.
આ પણ વાંચો-બિહાર: મહિલા લોન રિકવરી એજન્ટના પ્રેમમાં પડી, પતિને છોડીને તેની સાથે કર્યા લગ્ન કર્યા
રજત પાટીદાર 2021થી RCB સાથે છે અને નવેમ્બરમાં મેગા ઓક્શન પહેલા તેમના ત્રણ રિટેન ખેલાડીઓમાંના એક હતા. 21 વર્ષીય પાટીદારે 2024-25ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીની સીઝનમાં તેમની રાજ્ય ટીમ મધ્યપ્રદેશનું નેતૃત્વ કર્યું હતું.
વિરાટ કોહલી 2013થી 2021 દરમિયાન RCBના કેપ્ટન હતા. તેમના પછી ફાફ ડુ પ્લેસિસે કમાન સંભાળી હતી. પરંતુ RCBએ ગયા વર્ષના મેગા ઓક્શન પહેલા ડુ પ્લેસિસને રિલીઝ કરી દીધો, જે 2022થી 2024 સુધી તેમના કેપ્ટન હતા. 40 વર્ષીય ડુ પ્લેસિસ આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે.









