આ દેશમાં કુતરાઓને જાહેરમાં ફેરવવા પર પ્રતિબંધ, કઈ ધાર્મિક માન્યતા આડે આવી? | Dogs Ban

  • World
  • June 9, 2025
  • 0 Comments

Dogs Ban In public: ઈરાની અધિકારીઓએ જાહેર આરોગ્ય, સામાજિક વ્યવસ્થા અને સુરક્ષા ચિંતાઓને ટાંકીને દેશના અનેક શહેરોમાં જાહેર સ્થળોએ કૂતરાઓ(Dogs) ને ફરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેહરાન સ્થિત ફરાઝ ન્યૂઝના અહેવાલ મુજબ, જે શહેરોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેમાં કરમાનશાહ, ઇલમ, હમાદાન, કરમાન, બોરુજેર્દ, રોબત કરીમ, લવાસનત અને ગોલેસ્તાનનો સમાવેશ થાય છે. 2019 માં રાજધાની તેહરાનમાં સૌપ્રથમ સમાન પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. કુલ 17 શહેરોમાં પ્રતિબંધ ફરમાવ્યો છે.  વાહનોમાં કૂતરા લઈ જવા પર પણ રોક લગાવવામાં આવી છે.

અધિકારીઓ પ્રતિબંધ પાછળનું શું કારણ આપે છે?

ઈરાની અધિકારીઓનો દાવો છે કે રખડતા કૂતરાઓ લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. તેઓ એવી પણ દલીલ કરે છે કે રખડતા કૂતરાઓ સુરક્ષા સમસ્યાઓનું કારણ બની શકે છે. જોકે, તેમણે આ ચિંતાઓ વિશે કોઈ ચોક્કસ માહિતી આપી નથી. અહેવાલો અનુસારઅધિકારીઓ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારા કૂતરા માલિકો સામે કાર્યવાહી કરી રહ્યા છે. લોકો અધિકારીઓ સામે પણ વિરોધ કરી રહ્યા છે.

ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી થશે

ઈરાની અખબાર એતેમાદે ઇલામ શહેરના એક અધિકારીને ટાંકીને કહ્યું કે “ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.” ઈરાનના સરકારી અખબારે અહેવાલ આપ્યો છે કે નવા પગલાં જાહેર વ્યવસ્થા જાળવવા, સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જાહેર આરોગ્યનું રક્ષણ કરવાના હેતુથી છે. ઉત્તરપશ્ચિમ ઈરાનના અરદાબિલ પ્રાંતના અધિકારી મુઝફ્ફર રેઝાઈએ જણાવ્યું હતું કે જો લોકો બગીચાઓ, જાહેર સ્થળોએ કૂતરાઓને ફરતા જોવા મળશે અથવા તેમને તેમના વાહનોમાં લઈ જતા જોવા મળશે તો તેમને પરિણામોનો સામનો કરવો પડશે.

પ્રતિબંધનું કારણ

ઈરાનની સરકાર અને ધાર્મિક નેતાઓ કૂતરાને ‘અશુદ્ધ’ (નાજીસ) માને છે, અને તેને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવનું પ્રતીક ગણે છે. 1979ની ઈસ્લામિક ક્રાંતિ બાદથી કૂતરા રાખવા અને જાહેરમાં ફેરવવા વિવાદાસ્પદ રહ્યા છે. 2017માં સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનીએ જણાવ્યું હતું કે, “રખડતા, શિકાર કે સુરક્ષા માટેના કૂતરા સિવાય કૂતરા રાખવું નિંદનીય છે.” 2021માં 75 સાંસદોએ પાળતુ પ્રાણીઓ રાખવાને “સામાજિક સમસ્યા” ગણાવી હતી, જે ઈરાની અને ઈસ્લામિક જીવનશૈલીને બદલી શકે છે.

કુતરા સિવાય આ પ્રાણીઓ પર પ્રતિબંધ!

ઈરાનમાં બિલાડીઓને પાળવા પર પ્રતિબંધ છે. જોકે ઈસ્લામમાં બિલાડીઓ સામાન્ય રીતે સ્વીકૃત છે. કાયદો પર્શિયન બિલાડીઓને પણ અસર કરે છે. બિલાડી જ નહીં સસલા, કાચબા, સાપ, વાંદરા જેવા જીવને પાળવા પર પ્રતિબંધ છે.

આ પણ વાંચો:

Kheda: નડિયાદના ઉત્તરસંડામાં બાઈક સાથે 18 વર્ષિય યુવકને દફનાવ્યો, જાણો કારણ!

વિસાવદર પેટાચૂંટણીમાં ગરમાગરમી, ભાજપા દ્વારા AAP ના ઉમેદવાર ગોપાલ પર હુમલાનો આક્ષેપ

Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો

Bihar: દર મહિને 2500 રૂપિયા આપીશું… રાહુલ ગાંધીનું મહિલાઓને વચન, મોદીની જેમ ફરી તો નહીં જાય?

TATA નો દ્વારકામાં કહેર, વીજ થાંબલા નાખવામાં કરી દાદાગીરી!, TATA ને કાયદો નડતો નથી!

CID ક્રાઇમની RTI મુક્તિ પાછી ખેંચવા માહિતી આયોગની રાજ્ય સરકારને સૂચના

Uttarakhand: રસ્તાની વચ્ચે જ હેલિકોપ્ટરનું લેન્ડિંગ, પાછળનો ભાગ તૂટ્યો, કારણ જાણી દંગ રહી જશો!

Ahmedabad: જૈન સમાજમાં રોષ, પાલીમાં સાધુના અકસ્માત બાદ “સંત સુરક્ષા રેલી”, રુપાણી વચન ભૂલ્યા?

UP: બાંકે બિહારી મંદિર કોરિડોર પર વિવાદ વકર્યો, ભક્તોનો ભારે વિરોધ, શું છે મામલો?

Related Posts

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી
  • December 13, 2025

Messi Event: કોલકાતામાં લોકપ્રિય ફૂટબોલર મેસ્સીની એક ઝલક મેળવવા માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ઉમટેલા ચાહકો વચ્ચે મેસ્સી જલ્દી સ્ટેડિયમ છોડી જતા રહેતા રોષે ભરાયેલા ચાહકોએ તોડફોડ કરી હતી અને ભારે…

Continue reading
Australia: ઓસ્ટ્રેલિયામાં આજથી બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે! PM અલ્બેનીઝે કહ્યું – બાળકોને ‘બાળપણ’ મળશે
  • December 10, 2025

Australia: આખરે આજથી ઓસ્ટ્રેલિયામાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહિ કરી શકે અને 16 વર્ષથી ઓછી વયજૂથના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા ઉપર કડક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 2 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 3 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ