શું ટ્રમ્પ ગાઝા ઉપર કબ્જો કરવા જઈ રહ્યાં છે? સત્તામાં આવતા જ વિશ્વની નજરે ચઢ્યા ટ્રમ્પ

  • World
  • February 6, 2025
  • 0 Comments

શું ટ્રમ્પ ગાઝા ઉપર કબ્જો કરવા જઈ રહ્યાં છે? સત્તામાં આવતા જ વિશ્વની નજરે ચઢ્યા ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવતાની સાથે જ આકરા નિર્ણય લઈ રહ્યાં છે. તેથી વર્તમાન સમયમાં પોતાની નવી નીતિઓને લઈને ટ્રમ્પ સમાચાર પત્રોમાં ચમકી રહ્યાં છે. પહેલા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ તેમની કાર્યવાહી, પછી ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદીને હોબાળો અને હવે ગાઝા પર તેમનું નિવેદનથી વિશ્વ ચોંકી ગયું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે બુધવારે જણાવ્યું હતું કે, ‘અમેરિકી રાષ્ટ્રપતિએ પેલેસ્ટિનિયન એન્ક્લેવ પર યુએસના કબ્જા માટેના તેમના પ્રસ્તાવના ભાગ રૂપે ગાઝાપટ્ટીમાં દેશની સૈન્ય તૈનાત કરવા માટે પ્રતિબદ્ધ નથી.’ વ્હાઇટ હાઉસની આ ટિપ્પણી રિપબ્લિકન નેતા ટ્રમ્પની આશ્ચર્યજનક જાહેરાતના એક દિવસ બાદ આવી છે, આ મામલે ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અમેરિકા ગાઝા પર કબજો જમાવીને તેના રહેવાસીઓને કાયમી ધોરણે વસાવી લેશે.’ તેમના નિવેદનની વૈશ્વિક નિંદા થઈ હતી.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ માને છે કે આ ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સે ગાઝાના પુનર્નિર્માણમાં સામેલ થવું જોઈએ. આનો અર્થ એ નથી કે ગાઝામાં જમીન પર સૈનિકોની તૈનાતી બાબતે નથી.’

આ પણ વાંચો- Gujarat: અભય ચુડાસમા બાદ વધુ એક પોલીસકર્મીનું રાજીનામું, જાણો કોણે આપ્યું રાજીનામું!

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગલવારે વ્હાઈટ હાઉસમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેત્યાનહૂ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ બંને નેતાઓએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ગાઝા પટ્ટીમાંથી પેલેસ્ટાઈનીઓને અન્ય જગ્યાએ ખસેડ્યા પછી યુદ્ધગ્રસ્ત પેલેસ્ટિનિયન પ્રદેશ પર કબજો કરવામાં આવશે. અમેરિકા તેનો વિકાસ કરશે અને તેના માલિકી હક જાળવી રાખશે. અમે ગાઝા પર લાંબા ગાળાની અમેરિકન માલિકીની કલ્પના કરી રહ્યા છીએ.’

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ બુધવારે કહ્યું કે, ‘ટ્રમ્પે અમેરિકાને ગાઝાના પુનઃનિર્માણની જવાબદારી લેવાની ઓફર કરી છે. તેમણે ગાઝાને કાટમાળ અને વિનાશથી મુક્ત કરવા માટેનો એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે પુનર્નિર્માણ દરમિયાન લોકોને રહેવા માટે ક્યાંક જરૂર પડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દરખાસ્તનો હેતુ પ્રતિકૂળ પગલાનો ન હતો અને તેની વિગતો પર હજુ પણ કામ કરવાની જરૂર છે.’

રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનની સમગ્ર વિશ્વમાં સખત નિંદા કરવામાં આવી હતી, જ્યારે તેમના સમર્થકોએ આ જાહેરાતનું સમર્થન કર્યું હતું. મુસ્લિમ દેશોએ ટ્રમ્પના નિવેદનની નિંદા કરી હતી.

સંરક્ષણ સચિવ પીટ હેગસેથે કહ્યું કે, પેન્ટાગોન ગાઝા માટે તમામ વિકલ્પો પર વિચાર કરવા તૈયાર છે. તેમણે કહ્યું, ‘રાષ્ટ્રપતિ બૉક્સની બહાર વિચારવા માટે તૈયાર છે, સમસ્યાઓ હલ કરવા માટે નવી અને અનન્ય, ગતિશીલ રીતો શોધી રહ્યા છે જે અઘરી લાગે છે. અમે તમામ વિકલ્પો પર વિચાર કરવા તૈયાર છીએ.’

આ પણ વાંચો- સંસદમાં ગૂંજ્યો અમેરિકાથી ભારતીયોને હાકી કાઢવાનો મુદ્દો, વિપક્ષી સાંસદે હાથકડી પહેરી, જુઓ વિડિયો

  • Related Posts

    Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો
    • August 7, 2025

    Kinmemai Premium Rice : એક રિપોર્ટ મુજબ કિન્મેઈ પ્રીમિયમ નામના જાપાનના ચોખા વિશ્વના સૌથી મોંઘા ચોખા છે. સામાન્ય રીતે સારા અને પ્રીમિયમ ગુણવત્તાવાળા ચોખાની કિંમત 100-200 રૂપિયા પ્રતિ કિલો હોઈ…

    Continue reading
    Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?
    • August 7, 2025

    Technology: ચીન, જર્મની જેવા દેશો સતત ટેક્નોલોજીની દુનિયામાં આગળ વધી રહ્યા છે. રોજે રોજ નવા નવા પ્રયોગો કરે છે અને વૈજ્ઞાનિક સિધ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. જ્યારે ભારતના યુવાનો સૈયારા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

    • August 8, 2025
    • 11 views
    Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

    Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

    • August 7, 2025
    • 9 views
    Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

    Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

    • August 7, 2025
    • 6 views
    Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

    Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

    • August 7, 2025
    • 9 views
    Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

    Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

    • August 7, 2025
    • 15 views
    Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

    Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

    • August 7, 2025
    • 21 views
    Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ