Israel Attacks on Gaza: ગાઝા પર ઇઝરાયલનો મહાવિનાશક હુમલો, 70થી વધારે લોકોના મોત

  • World
  • March 20, 2025
  • 0 Comments
  • Israel Attacks on Gaza: ગાઝા પર ઇઝરાયલનો મહાવિનાશક હુમલો, 70થી વધારે લોકોના મોત

ઇઝરાયલી સેનાએ ગાઝા પર વિનાશક હુમલો કર્યો છે. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયાની આશંકા છે. એપીના અહેવાલ મુજબ, ગાઝામાં આ ઇઝરાયલી હુમલો બુધવારે રાતથી ગુરુવાર સવાર સુધી ચાલુ રહ્યો. આ હુમલાઓમાં મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. ગાઝાના ડોક્ટરોએ ગુરુવારે આ માહિતી આપી.

તબીબી અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ ગાઝા શહેરો ખાન યુનિસ અને રફાહ અને ઉત્તરીય શહેર બેત લાહિયામાં ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે, તેમણે હજુ સુધી કુલ મૃત્યુઆંક જાહેર કર્યો નથી. અલ જઝીરાના અહેવાલ મુજબ, ઉત્તર અને દક્ષિણ ગાઝામાં વહેલી સવારે થયેલા આ હુમલામાં 70 થી વધુ લોકો માર્યા ગયા છે.

ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામનો ભંગ

ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ લગભગ એક અઠવાડિયા પહેલા તૂટી ગયો હતો. ત્યારથી ઇઝરાયલી સેના ગાઝા પર સતત ભીષણ હુમલાઓ કરી રહી છે. ત્રણ દિવસ પહેલા ઇઝરાયલે ગાઝા પર મોટો હુમલો કર્યો હતો, જેમાં 400થી વધુ લોકો માર્યા ગયા હતા. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ઇઝરાયલી બંધકોને મુક્ત ન કરવા બદલ હમાસથી ગુસ્સે છે. તેથી, તેમણે ફરીથી પોતાની સેનાને હમાસ પર મોટા હુમલાઓ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ પછી ઇઝરાયલી સેનાએ ઉત્તર અને દક્ષિણ ગાઝામાં ભૂમિ કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.

Related Posts

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી
  • August 7, 2025

Pakistan News: એક તરફ અર્થતંત્ર ખરાબ હાલતમાં હોવાથી, પાકિસ્તાન અન્ય દેશો અને સંસ્થાઓ પાસેથી નાણાકીય મદદ માટે વિનંતી કરી રહ્યું છે. બીજી તરફ, દેશના નાગરિકો તેને વ્યવસાય તરીકે અપનાવી રહ્યા…

Continue reading
Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ
  • August 7, 2025

Karachi Airport: કરાચી એરપોર્ટનો એક વિચિત્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જ્યાં એક ફૂડ સ્ટોરમાં કોન્ડમના રેપરથી બનેલી પ્લેટમાં ભોજન પીરસવામાં આવે છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 7 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 10 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

  • August 7, 2025
  • 26 views
Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

  • August 7, 2025
  • 36 views
Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા

Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

  • August 7, 2025
  • 21 views
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 43 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ