Israel-Iran War: ઈરાનના નેતા ખામેનીએ ઇઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી, હવે શું?

  • World
  • June 18, 2025
  • 0 Comments

Israel-Iran War: ઈરાને ઈઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. જેથી ટ્રમ્પની મહેનત પર પાણી ફરી ગયું છે. ભારત-પાકિસ્તાનનો સંઘર્ષ રોકાવી શકતાં ટ્રમ્પ ઈઝરાયલ-ઈરાનને સમજાવી શક્યા નથી. ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનીએ બુધવારે X પર પોસ્ટ કરીને કહ્યું – ‘મહાન હૈદરના નામે યુદ્ધ શરૂ થઈ ગયું છે.’ ખામેનીએ X પર ઈઝરાયલને ચેતવણી આપતા કહ્યું, “આપણે આતંકવાદી યહૂદી શાસનને કડક જવાબ આપવો પડશે. અમે તેમના પર કોઈ દયા નહીં બતાવીએ.”

ટ્રમ્પની ધમકીઓના ફિયાસ્કો

અગાઉ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીને બિનશરતી શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું. ટ્રમ્પે કહ્યું છે કે અમે સારી રીતે જાણીએ છીએ કે ‘સર્વોચ્ચ નેતા’ ક્યાં છુપાયેલા છે. તેમણે કહ્યું હતુ કે ખામેનીએ બિનશરતી શરણાગતિ સ્વીકારવી જોઈએ. જો કે હવે ખામેનીએ એકાએક યુધ્ધની ઘોષણા કરી દેતાં ટ્રમ્પની ધમકીઓના ફિયાસ્કો થઈ ગયો છે. ઈરાને કોઈ પણ સંબંધોની પરવાહ કર્યા વગર ઈરાન સામે યુધ્ધની જાહેરાત કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષનો આ છઠ્ઠો દિવસ છે અને બંને દેશોએ એકબીજા પર મિસાઇલોથી હુમલા કરી રહ્યા છે. મેહર ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ ઈરાને આજે બુધવારે(18 જૂન, 2025) વહેલી સવારે ઇઝરાયલ પર ફત્તાહ મિસાઇલો છોડી હતી. ફત્તાહ મિસાઇલ એક હાઇપરસોનિક મિસાઇલ છે જે અવાજની ગતિ કરતા પાંચ ગણી વધુ ઝડપે દોડે છે. બીજી બાજુ ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર અમેરિકા મધ્ય પૂર્વમાં વધુ ફાઇટર પ્લેન તૈનાત કરી રહ્યું છે.

ઈરાનના રાજ્ય મીડિયાએ કહ્યું છે કે ઈઝરાયલી સેનાએ ઈરાનની રાજધાની તેહરાનમાં ખોજીર મિસાઈલ ઉત્પાદન સુવિધાને નિશાન બનાવી છે. આ ઉત્પાદન સુવિધા ઈરાન માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેમાં બેલિસ્ટિક મિસાઈલ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. ઈઝરાયલે ઓક્ટોબર 2024 માં પણ અહીં હુમલો કર્યો હતો.

વોલ સ્ટ્રીટના શેરમાં ઘટાડો

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષ અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યા બાદ વોલ સ્ટ્રીટના શેરોમાં ઘટાડો થયો હતો. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા લશ્કરી સંઘર્ષ વચ્ચે અમેરિકાએ કહ્યું છે કે તે શુક્રવાર સુધી જેરુસલેમમાં પોતાનું દૂતાવાસ બંધ રાખશે.

રશિયાના વિદેશ મંત્રાલયે મંગળવારે ઈરાન પર સતત ઇઝરાયલી હુમલાઓને ગેરકાયદેસર ગણાવીને વખોડી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેહરાનના પરમાણુ કાર્યક્રમનો ઉકેલ ફક્ત રાજદ્વારી દ્વારા જ આવી શકે છે.

 

આ પણ વાંચો:

Israel-Iran Conflict: ઈરાનમાં ઇઝરાયલી હુમલામાં 2 કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘાયલ, 10,000 ભારતીયોને કરાશે રેસ્ક્યૂ

UP: પાર્કિગની બબાલમાં યુવકને કચડી નાખ્યો, બે લોકોની ધરપકડ, જાણો વધુ

Ahmedabad માં ઊંચી ઇમારતોનું કૌભાંડ, નવી સિવિલ હોસ્પિટલ ગેરકાયદે!, વિમાન સલામતી સામે જોખમ

Bhavnagar Heavy Rain: 18 તારીખે ભાવનગરની તમામ શાળાઓ બંધ રાખો: કલેક્ટર

Dirgh Patel Died: પ્લેન ક્રેશ ઘટનામાં ગુજરાતી ક્રિકેટર દીર્ઘ પટેલનો પણ જીવ ગયો

 IndiGo વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાન કોચીથી દિલ્હી જઈ રહ્યું હતું

Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Ahmedabad Building Part Collapse: ધર્મિ સોસાયટીમાં ઇમારતનો ભાગ ધરાશાયી થતાં દોડધામ, ભારે જહેમથી લોકોને બચાવ્યા

Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ

Related Posts

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!
  • March 20, 2026

Tech World: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ હુમલા કરી તબાહી મચાવી છે ત્યારે ઈરાને હવે દુનિયાભરને બાનમાં લઈ તેલ-ગેસનો પુરવઠો ખોરવી નાખી વૈશ્વિક આર્થિક કટોકટી ઉભી કરી દીધી છે ત્યારે…

Continue reading
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!
  • March 20, 2026

Iran War : ઈરાનને બરબાદ કરવા ઈઝરાયેલે તેના ગેસ અને તેલ ભંડારો ઉપર કરેલા હુમલા બાદ હવે ઈરાને કતાર-સાઉદી-ઈઝરાયેલના ઉર્જા કેન્દ્રો ઉપર વળતા હુમલા શરૂ કરી દેતા દુનિયાભરમાં ગેસ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 3 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 10 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 8 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 9 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 12 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 13 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!