
- ‘જાટ’ 10 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ
- ફિલ્મ દક્ષિણ ભારતીય ફિલ્મોને આપી રહી છે ટક્કર
- અત્યાર સુધીની કુલ કમાણી રૂ.26.57 કરોડ
Jaat Box Office Collection Day 3: સની દેઓલ અને રણદીપ હુડ્ડાની એક્શન થ્રિલર ફિલ્મ ‘જાટ’ 10 એપ્રિલ 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ત્યારથી તે રિલીઝ થઈ ત્યાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. શનિવારે તેની કમાણીમાં ઉછાળો જોવા મળ્યો હતો. તે સાઉથીની ફિલ્મોને પણ ટક્કર આપી રહી છે. આ ફિલ્મે ત્રીજા દિવસે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરી છે. ગદર પછી સની દેઓલને ફરી એકવાર દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણી વિશે જણાવ્યું હતું કે ‘જાટ’ એ ત્રીજા દિવસે 9.95 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તેનું કુલ ચોખ્ખું કલેક્શન 26.57 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ ફિલ્મને દક્ષિણની ફિલ્મો ‘ગુડ બેડ અગ્લી’ અને ‘બાઝૂકા’ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. ફિલ્મની હાલની ગતિ સૂચવે છે કે તે આગામી દિવસોમાં શાનદાર પ્રદર્શન કરી શકે છે.
ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ‘જાટ’માં શનિવારે 16.70% હિન્દી ઓક્યુપન્સી નોંધાઈ હતી. સવારના શોમાં 7.53%, બપોરે 15.97%, સાંજે 16.85% અને રાત્રિના શોમાં 26.43% ઓક્યુપન્સી હતી. આ ફિલ્મે પહેલા દિવસે ₹9.62 કરોડ, બીજા દિવસે ₹7 કરોડ અને ત્રીજા દિવસે ₹9.95 કરોડની કમાણી કરી હતી.
‘જાટનું બજેટ’
અહેવાલો અનુસાર, ‘જાટ’ 100 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે, જેમાં પ્રિન્ટ અને જાહેરાત ખર્ચનો સમાવેશ થાય છે. સની દેઓલના સ્ટાર પાવર અને ફિલ્મના જબરદસ્ત એક્શન સિક્વન્સને ધ્યાનમાં રાખીને આ બજેટ યોગ્ય માનવામાં આવી રહ્યું છે.
‘જાટ’ ફિલ્મમાં શું છે કહાની?
‘જાટ’ ફિલ્માં એક એવા વ્યક્તિની વાત છે જે એક ગામમાં ન્યાય સ્થાપિત કરવા આવે છે, કારણ કે ગામમાં અન્યાય અને અત્યાચાર વધી રહ્યો હોય છે. આ ફિલ્મમાં સની દેઓલ, રણદીપ હુડા, રેજિના કેસાન્ડ્રા, સૈયામી ખેર, વિનીત કુમાર સિંહ, રામ્યા કૃષ્ણન, જગપતિ બાબુ અને ઉપેન્દ્ર લિમયે મુખ્ય ભૂમિકામાં છે. તેનું દિગ્દર્શન ગોપીચંદ માલિનેની દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ટીજી વિશ્વ પ્રસાદ, નવીન યેરનેની અને વાય. રવિશંકર તેના નિર્માતા છે.
ફિલ્મોમાં ઓક્યુપન્સીનો અર્થ શું થાય?
ફિલ્મના સંદર્ભમાં “ઓક્યુપન્સી” (Occupancy) એટલે થિયેટરમાં દર્શકોની હાજરીનું પ્રમાણ અથવા થિયેટરની સીટો ભરાવાનો દર. તે ફિલ્મની લોકપ્રિયતા અને વ્યવસાયિક સફળતાનું એક માપદંડ છે. ઓક્યુપન્સી રેટ ટકાવારીમાં દર્શાવવામાં આવે છે, જે દર્શાવે છે કે થિયેટરની કુલ સીટોમાંથી કેટલી ભરાઈ છે. ઉદાહરણ તરીકે જો એક થિયેટરમાં 100 સીટો હોય અને 70 દર્શકો હાજર હોય, તો ઓક્યુપન્સી રેટ 70% થાય.
આ પણ વાંચોઃ
Sabarkantha: પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીધી, માતા-પિતાનું મોત, 3 બાળકોની હાલત નાજૂક
Narmda: સાપે ડંખ મારતાં 10 કિમી સુધી ઝોળીમાં યુવકને લઈ જવો પડ્યો, આ છે ગુજરાતીની સ્થિતિ?
Waqf પર દેશભરમાં બબાલ, રાજકીય ખેંચતાણ, CM યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધી શું કહ્યું?
