
Jammu Kashmir Army action: પહેલગામાં થયેલી બેદરકારી બાદ ભારતીય સેના એક્શનમાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહ અને મોદીએ બેઠક કર્યા બાદ કાર્યવાહી કરવની કડક સૂચના આપી છે. કારણ કે આતંકી હુમલામાં 30 લોકોના મોત થયા બાદ ગૃહમંત્રી અમિત શાહ અને મોદી સામે ભારે આક્રોશ છે. જેથી ભારતીય સેના એક્શનમાં આવી છે. શુક્રવારે (25 એપ્રિલ) સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે. દેશના સૈનિકોએ પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદી આદિલ હુસૈન થોકરનું ઘર મોમ્બથી ઉડાવી દીધુ છે. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે હુમલામાં સામેલ અન્ય એક આતંકવાદી આસિફ શેખના ત્રાલમાં ઘરને બુલડોઝરથી તોડી પાડ્યું. તમને જણાવી દઈએ કે હુમલા બાદ બંને આતંકવાદી ફરાર છે. સુરક્ષા દળો બંને પર નજર રાખી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરમાં સેના દ્વારા આતંકીના ઘર તોડી પડાયા#JammuAndKashmir #Jammu #viralvideo #thegujaratreport pic.twitter.com/RWB3lQiKH2
— The Gujarat Report (@TGujarat_Report) April 25, 2025
હુમલા બાદથી બંને ફરાર
22 એપ્રિલે પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ ગોળીઓ ચલાવીને 30નિર્દોષ લોકોની હત્યા કરી હતી. આ હુમલામાં આતંકવાદીઓ આદિલ હુસૈન થોકર અને આસિફ શેખ પણ સામેલ હતા. બંને આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે. બંને પર પહેલગામ હુમલાનું કાવતરું ઘડવાનો અને પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ છે. હુમલા બાદથી બંને ફરાર છે.
સેના બંનેને શોધી રહી છે.
આતંકવાદી આદિલ હુસૈન થોકરનું ઘર અનંતનાગ જિલ્લાના બિજબેહરાના ગોરી વિસ્તારમાં છે. જ્યારે, બીજા આતંકવાદી આસિફ શેખનું ઘર દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં છે. સુરક્ષા દળો બંનેને શોધી રહ્યા છે. આસિફ શેખ અને આદિલ થોકરના ઘરોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. શુક્રવારે સુરક્ષા દળોને આદિલના ઘરેથી એક શંકાસ્પદ બોક્સ મળ્યું. સુરક્ષા દળોએ કાર્યવાહી કરી અને આદિલ થોકરના ઘરને બોમ્બથી ઉડાવી દીધું છે. જ્યારે જમ્મુ અને કાશ્મીરના તંત્રએ બુલડોઝરથી આસિફ શેખનું ઘર તોડી પાડ્યું છે.
પાકિસ્તાનમાં તાલીમ લીધી
અહેવાલો અનુસાર આદિલ 2018 માં અટારી-વાઘા સરહદ પાર કરીને પાકિસ્તાન ભાગી ગયો હતો. તેણે પાકિસ્તાનમાં એક આતંકવાદી છાવણીમાં તાલીમ લીધી હતી. તે ગયા વર્ષે જમ્મુ અને કાશ્મીર પાછો ફર્યો હતો. આસિફ શેખ કાશ્મીરનો વતની છે. આતંકવાદી આસિફના ઘરમાંથી વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી. બંને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે.
ડ્રોનમાં ત્રણ આતંકવાદીઓ દેખાયા
પહેલગામમાં નિઃશસ્ત્ર પ્રવાસીઓની હત્યા કરનારા ત્રણ આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. સેનાએ ડ્રોનમાં ત્રણ આતંકવાદીઓને જોયા છે. આ પછી સુરક્ષા દળોએ આતંકવાદીઓની શોધ શરૂ કરી દીધી છે. ઉધમપુરના બસંતગઢમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
આ પણ વાંચોઃ
Simla Agreement: પહેલગામ હુમલા બાદ પાકિસ્તાને રદ કરેલો શિમલા કરાર શું છે, કોણે કર્યો ભંગ?
Vadodara: રક્ષિત ચોરસિયા હજુ જેલમાં રહેશે, કોર્ટે જામીન ફગાવ્યા
Kuber Boat: ત્રાસવાદમાં શહિદ થયેલા કુબેર બોટના ખલાસીઓની મોદી સામે લડાઈ, જુઓ VIDEO
PM Modi Bihar Visit: આતંકી હુમલાથી દેશ શોકમગ્ન, મોદી બિહારમાં પંચાયતીરાજ દિનની ઉજવણીમાં!









