
Jammu-Kashmir: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં આજે એક મોટો અકસ્માત થયો છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)થી ભરેલું એક બંકર વાહન ખીણમાં પડી ગયુ. આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના મોત થયા છે. ઘણા સૈનિકો ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
મળતી માહિતી મુજબ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની 187મી બટાલિયનની વાહન ઉધમપુર જિલ્લાના કડવાથી બસંત ગઢ જતી વખતે 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયુ. આ અકસ્માતમાં ત્રણ જવાનોના મોત થયા. જ્યારે 15 જવાનો ઘાયલ થયા. બસમાં કુલ 18 જવાનો હતા. ઘાયલોને એરલિફ્ટ કરીને ઉધમપુરની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અકસ્માત આજે સવારે લગભગ 10:30 વાગ્યે થયો.
મંત્રી જિતેન્દ્ર સિંહે શું કહ્યું?
केंद्रीय मंत्री डॉ. जितेंद्र सिंह ने ट्वीट किया, “उधमपुर: कंदवा-बसंतगढ़ क्षेत्र में CRPF के एक वाहन के सड़क दुर्घटना में मारे जाने की खबर सुनकर व्यथित हूं। वाहन में CRPF के कई बहादुर जवान सवार थे। मैंने अभी-अभी DC सलोनी राय से बात की है, जो व्यक्तिगत रूप से स्थिति पर नज़र रख रही… pic.twitter.com/ehV9aMy8QB
— ANI_HindiNews (@AHindinews) August 7, 2025
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ટ્વીટ કરીને જણાવ્યું કે ઉધમપુરના કંડવા-બસંતગઢ વિસ્તારમાં CRPF વાહન અકસ્માતગ્રસ્ત થયું. આ અકસ્માતમાં કેટલાક સૈનિકોના બલિદાનના સમાચાર સાંભળીને મને દુઃખ થયું છે. વાહનમાં ઘણા બહાદુર CRPF સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા. મેં હમણાં જ DC સલોની રાય સાથે વાત કરી છે, જેઓ પરિસ્થિતિનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરી રહ્યા છે અને મને માહિતી આપી રહ્યા છે. બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકો સ્વેચ્છાએ મદદ માટે આગળ આવ્યા છે. શક્ય તેટલી દરેક મદદ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
SURAT: સુરતના યુવા એન્જિનિયર્સે બનાવી AI સંચાલિત બાઇક, ખાસિયતો જાણી દંગ રહી જશો!
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો