
Jamnagar Air Force plane crash: જામનગર નજીક સુવરડા ગામની સીમમાં બુધવારે રાત્રે એરફોર્સનું ‘જેગુઆર’ ફાઈટર પ્લેન ક્રેશ ગઈ હતુ. જેમાંથી એક પાયલટ સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. જ્યારે એકની સારવાર ચાલી રહી છે. વિમાનના ટુકડાં દૂર દૂર સુધી ફેલાઈને પડ્યા હતા. દુર્ઘટના બાદ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. બે પાઈલોટે તાલિમ માટે વિમાનમાં ઉડાન ભરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પણ એક મહિલા પાઈલોટનું તાલિમ લેતી વખતે પ્રાઈવેટ કંપનીનું વિમાન ક્રેશ થઈ ગયું હતુ.
પ્લેનમાં થયો પ્રચંડ ધડાકો
બુધવારે રાત્રે જામનગર નજીક સુવરડા ગામની સીમમાં એરફોર્સની તાલીમ માટે ‘જેગુઆર’ ફાઈટર પ્લેન ઉડ્યું હતું. જેમાં બે પાયલોટ સવાર હતા. આ પ્લેન ક્રેશ થતાં પ્લેનના ટુકડા થઈ ગયા હતા. પ્લેન ક્રેશ થતાની સાથે જ આગ લાગી હતી. જેમાં એકાએક જ પ્રચંડ ધડાકો થયો હતો. બે પાયલોટને ફાઈટર પ્લેનમાંથી પેરાશૂટની મદદથી નીકળવાનો પણ સમય મળ્યો નહોતો. આ અકસ્માતમાં તાલીમ લેતાં એક પાયલોટનું મોત નીપજ્યું હતું અને બીજાને ગંભીર ઈજા પહોંચી છે. જેની સારવાર ચાલી રહી છે.
જો કે આ પ્લેન ક્રેશ થવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. હાલ પ્લેન ક્રેશ મામલે તપાસ હાથ ધરવામાં ધરવામાં આવી છે.