Vadodara: જામનગરમાં જતાં સસલા, ઉંદરને વડોદરા રેલવે સ્ટેશનથી બચાવ્યા, વનતારામાં શું ઉપયોગ?

Rabbits Rats Smuggling Rescued in Vadodara: વડોદરા રેલવે સ્ટેશન પર એક યાત્રીએ ફરિયાદ કરી હતી કે ટ્રેનમાં કેટલાંક જાનવારો ઉતારવામાં આવ્યા છે. તપાસ કરતાં સફેદ ઉંદર, ગીનીપીક, સસલાને ક્રૂરતાંપૂર્વક ટ્રેનમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ જાનવરો જામનગરના એક વ્યક્તિએ મંગાવ્યા હતા. વડોદરમાં આવા જાનવર ઝડપવાનો આ પહેલો કિસ્સો નથી. આ અગાઉ પણ ઝડપાયા છે.   તો આ જાનવરો જામનગરમાં જ કેમ લઈ જવામાં આવી રહ્યા છે. તેનો જવાબ જાણવા આગળ વાંચો

ગઈકાલે સવારે વડોદરાના પ્લેટફોર્મ નંબર 6 પર આવેલી પાર્સલની ઓફિસમાં એક યાત્રીએ ફરિયાદ કરી હતી કે હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી સફેદ ઉંદર, ગીનીપીક, સસલાને ક્રૂર હાલતમાં ઉતારવામાં આવ્યા છે. આ સસલાઓમાં કેટલાંક પ્રેગ્નેટ હતા. કેટલાંક સલાલાઓ બચ્ચાઓને ટ્રેનમાં જ જન્મ આપ્યા હતા. જેથી તેમની હાલત કફોડી હતી. જાનવરોની દયનીય સ્થિતિ હતા. પિંજરામાં ઢીલાઢબ્બ થઈને પડી રહ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ વડોદરાની જીવદયા પ્રેમી સંસ્થાઓ રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે ખબર પડી હતી કે આ જાનવરો જામનગરની વ્યક્તિએ મંગવ્યા હતા. મંગાવનાર વ્યક્તિને પશ્ચાતાપ પણ થયો હતો.

જીવદયા પ્રેમી ટીમઓએ આ ઠસોઠસ ભરેલા સસલા, ગેનીપીક, સફેદ ઉંદર બચાવ્યા હતા. 20 કલાકની મુસાફરીમાં પ્રાણીઓ દયનીય સ્થિતમાં મૂકાઈ ગયા હતા. જીવદયા પ્રેમી રમેશભાઈ યૈશે કહ્યું આ જાનવરોને જામનગરમાં લઈ જવામાં આવતાં હતા. આતસ્કરી સતત ત્રીજી વખત ઝડપાઈ છે. આ પહેલા પણ એક ટેમ્પો પકડવામાં આવ્યો હતો.

જાનવરો કલકતાથી મંગાવ્યા

જાણવા મળી રહ્યું છે કે આ બચાવાયેલા જીવોને કલકતાથી ટ્રેન મારફતે લાવવામાં આવ્યા હતા. જેમને વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઉતારવામાં આવ્યા હતા. કલકતાથી આ જાનવરો લગભગ 20 કલાક સુધી મુસાફરી કરી હતી. ત્યારબાદ વડોદરા ઉતારાયા હતા.  જાનવરોને વડોદરા ઉતારવાનું કારણ બીજી ટ્રેન બદલવીની હતી. અન્ય ટ્રેનમાં આ જાનવરોને જામનગરમાં પહોંચાડવાના હતા.

સસલા, ઉંદર જામનગર જ કેમ મોકલવામાં આવે છે?

રમેશભાઈ અંદાજો લગાવતા કહ્યું હતુ કે જામનગરમાં વનતારા આવેલું છે. જેમાં રહેલા હિંસક પ્રાણીઓ માટે આ સસલા, ઉંદરો ખોરાક બની શકે. જોકે આ સસલા ખરેખર વનતારામાં જતાં હોય તો અનંત અંબાણીએ મરઘીઓની જેમ આ ઉંદર, સસલા ગીનપીકનું વિચારવું જોઈએ. તેમને પણ મોરઘીઓની જેમ જીવ છે. જુઓ વધુ માહિતી આ વીડિયોમાં.

આ પણ વાંચો:

Urdu: ઉર્દૂ ભાષાનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ, ઉર્દૂ સંસ્કૃતિનો હિસ્સો: કોર્ટ

Gujarat: રાહુલ ગાંધીની ગુજરાતમાં બીજી મુલાકાત? શું કોંગ્રેસ મોદીનો ગઢ જીતશે?

Mehul Choksi: ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ થઈ પણ ભારત ક્યારે લવાશે?

National Herald Case: સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ED દ્વારા ચાર્જશીટ દાખલ

  • Related Posts

    Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!
    • December 13, 2025

    Farmers Protest: સરકાર દ્વારા ખેડૂતો માટે બિયારણનો નવો કાયદો લાવવાની વાત સામે ખેડૂત અગ્રણીઓમાં વિરોધ શરૂ થયો છે અને આ કાયદાથી ખેડૂતોને નુકશાન થશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે…

    Continue reading
    PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!
    • December 13, 2025

    PM Modi: પીએમ નરેન્દ્રભાઈ મોદીએ દેશની બેટીઓ માટે આપેલા એક સ્લોગન ‘બેટી બચાવો અને બેટી પઢાવો’ સદંતર નિષ્ફળ ગયુ છે.જેના તાજા ઉદાહરણમાં દેશમાં અન્ય રાજ્યો કરતા ગુજરાતનું ખાડે ગયેલા શિક્ષણના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

    • December 13, 2025
    • 3 views
    Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

    H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

    • December 13, 2025
    • 4 views
    H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

    Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

    • December 13, 2025
    • 4 views
    Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

    Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

    • December 13, 2025
    • 5 views
    Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

    PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

    • December 13, 2025
    • 10 views
    PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

    Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

    • December 13, 2025
    • 8 views
    Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ