Mehul Choksi: ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ થઈ પણ ભારત ક્યારે લવાશે?

Mehul Choksi extradition: પંજાબ નેશનલ બેંક (PNB) માં 13,000 કરોડ રૂપિયાના છેતરપિંડીના આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા પ્રત્યાર્પણની અપીલ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. ચોક્સીની 12 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી. 65 વર્ષીય મેહુલ ચોક્સી નવેમ્બર 2023માં સારવાર માટે બેલ્જિયમ ગયો હતો. ત્યારથી જ તે ત્યા હતો. ચોક્સી 2018 માં ભારત છોડી એન્ટિગુઆમાં જતો રહ્યો હતો. એવું કહેવાય છે કે ભારતીય નાગરિકતા જાળવી રાખીને મેહુલ ચોક્સીએ એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકત્વ મેળવ્યું છે. જો તે હવે ભારતીય નાગરિક ગણાશે નહીં. ચોક્સીએ 2018માં ભારતીય પાસપોર્ટ (નંબર Z1933108) સરેન્ડર કરી દીધો હતો, જેના કારણે તે હવે ભારતીય નાગરિક નથી. ભારતીય કાયદા મુજબ, બીજા દેશનું નાગરિકત્વ લેવાથી ભારતીય નાગરિકત્વ આપોઆપ રદ થાય છે. જ્યારે તેની પત્ની પાસે બેલ્જિયમની નાગરિકતા છે.

મેહુલ ચોક્સીના વકીલ સિમોન બિકાયતે કહ્યું કે તેઓ પ્રત્યાર્પણને પડકારશે. કહ્યું કે અમે (ભારતમાં) પરિસ્થિતિ વિશે ગંભીર પ્રશ્નો પણ પૂછી રહ્યા છીએ. સિમોને કહ્યું કે અમે આગામી દિવસોમાં આ માટે જરૂરી પ્રક્રિયાઓ શરૂ કરીશું. અન્ય બાબતોની સાથે અમે દલીલ કરીશું કે અમારા ક્લાયન્ટને ભારતમાં ન્યાયી ટ્રાયલ મળી શકતી નથી.

ભારત લાવવામાં ક્યારે?:

મેહુલને ભારત લાવવા પ્રત્યાર્પણ પ્રક્રિયા લાંબી અને જટિલ છે. બેલ્જિયમની કોર્ટમાં કેસ ચાલશે, જેમાં ચોક્સીની ટીમ બે મુદ્દાઓ પર લડશે. રાજકીય કેસ: તેઓ દાવો કરે છે કે આ કેસ રાજકીય બદલાનો ભાગ છે. ચોક્સીના વકીલો ભારતની જેલોની સ્થિતિ અને તેના સ્વાસ્થ્ય (કેન્સરની સારવાર, PTSD)નો હવાલો આપીને વિરોધ કરશે.

પૂર્વ CBI ડિરેક્ટર એ.પી. સિંહે કહ્યું કે બેલ્જિયમમાંથી પ્રત્યાર્પણ ખૂબ જટિલ છે, કારણ કે ભારતે બેલ્જિયન કોર્ટને પુરાવા અને ન્યાયી ટ્રાયલની ખાતરી આપવી પડશે. જો ચોક્સી અપીલ કરે અને બેલ્જિયન કોર્ટમાં લડત લંબાવે. તો નિષ્ણાતો અનુસાર આ પ્રક્રિયામાં 1-3 વર્ષ લાગી શકે. મેહુલના વકીલો તેની બીમારી (કેન્સર, PTSD)ને કારણે પ્રત્યાર્પણ રોકવાનો પ્રયાસ કરે છે. જેથી હવે ભારત સરકારને લાંબા ગાળે તેને ભારત લાવવો શક્યો બની શકે છે. આ જ મુદ્દે વીડિયોમાં ચર્ચા જુઓ.

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી