
- બિહારના આરામાં તનિષ્કના શોરૂમમાં 25 કરોડના દાગીનાની લૂંટ; જૂઓ વીડિયો
બિહાર: આરા જિલ્લામાં આજે ધોળા દિવસે એક મોટી લૂંટની ઘટના બની છે. 6 બદમાશોએ તનિષ્ક જ્વેલરી શોરૂમમાં ઘૂસીને લગભગ 25 કરોડ રૂપિયાના દાગીના લૂંટી લીધા છે. આ ઘટના શોરૂમના સ્ટાફ અને ગ્રાહકોની સામે બની હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શોરૂમમાં ઘૂસી આવેલા બદમાશોએ કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવ્યા અને મોટી માત્રામાં ઘરેણાં લૂંટી લીધા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં લૂંટારુઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. પોલીસે ગુનેગારોનો પીછો કર્યો અને તેમનો સામનો કર્યો, જેમાં બે ગુનેગારો – વિશાલ ગુપ્તા અને કુણાલ કુમાર – ઘાયલ થયા હતા.
बिहार के आरा में तनिष्क शोरूम में घुसे 6 बदमाशों ने करीब 25 करोड़ रुपए की ज्वैलरी लूटी। एनकाउंटर में दो बदमाशों विशाल गुप्ता और कुणाल कुमार को गोली लगी। हालांकि लूटी गई ज्यादातर ज्वैलरी बचे हुए 4 बदमाश लेकर भाग निकले हैं। pic.twitter.com/uVasowN00G
— Sachin Gupta (@SachinGuptaUP) March 10, 2025
પોલીસ સાથેની અથડામણમાં બંનેને ગોળી વાગી હતી અને પોલીસે તેમને પકડીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ચારેય બદમાશો લૂંટાયેલા મોટાભાગના દાગીના લઈને ભાગી જવામાં સફળ રહ્યા છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે લૂંટારુઓને પકડવા માટે સઘન તપાસ અને રેડો પાડવાનું શરૂ કર્યું છે. આ ઘટનાએ આરામાં સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા છે અને વહીવટીતંત્રે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો- સાબરકાંઠા: ડંન્કી રૂટથી અમેરિકા જતાં પ્રાંતિજના પટેલ યુવકનું મોત; પત્ની-પુત્ર અધવચ્ચે ફસાયા