
Job threat in India:ભારતમાં રોજગાર માટેનો ખતરો વધુ ગંભીર બનવા જઈ રહ્યો છે,અને તેના મુખ્ય કારણોમાં કંપનીઓ દ્વારા વધતા જતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ અને વૈશ્વિક વ્યાપારની પરિસ્થિતિ છે.
માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના સ્થાપક સૌરભ મુખર્જીએ ચેતવણી આપી છે કે જો સરકાર અને નીતિ નિર્માતાઓ તાત્કાલિક પગલાં નહીં લે, તો આગામી વર્ષોમાં કરોડો વ્હાઇટ-કોલર જોબ ખતમ થઈ જશે અને ભણેલા-ગણેલા સેંકડો યુવાનો રસ્તા ઉપર આવી જશે.મુખર્જીના મતે, કંપનીઓ દ્વારા AIનો ઝડપી સ્વીકાર, કોર્પોરેટ કામગીરીમાં મોટા ફેરફારો અને વૈશ્વિક વેપાર તણાવને લઈ લાખો ભારતીય વ્યાવસાયિકોની નોકરીઓ જોખમમાં મૂકાઈ ગઈ છે.
તેમણે જણાવ્યું હતું કે IT, બેંકિંગ અને મીડિયા જેવા ક્ષેત્રોમાં પરંપરાગત નોકરીઓનું સ્થાન હવે ગિગ જોબ્સ લેશે.તેમણે કહ્યું કે જો ટ્રમ્પ ભારત પરનો ટેરિફ પાછો નહી ખેંચેતો ક્રિસમસ સુધીમાં ભારતમાં બે કરોડ નોકરીઓ ખતમ થવાનું જોખમ રહેલું છે.
આમ, અમેરિકા સાથે ભારતનો તણાવ કરોડો ભારતીયોની સ્થિતિ ખરાબ કરી શકે છે અને વર્ષે બેથી પાંચ લાખ રુપિયા કમાતા લોકોની નોકરીઓ ગુમાવવાનું જોખમ ઉભું થયું છે.
તેમણે આશા વ્યક્ત કરી કે ભારત સરકાર અને યુએસ વહીવટીતંત્ર ટૂંક સમયમાં મુક્ત વેપાર કરાર પર સંમત થશે.
તેમણે ઉમેર્યુ હતું કે આ નોકરીઓ જવાનું કારણ મંદી નથી, પણ કંપનીઓની કામગીરી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વૈશ્વિક વ્યાપારની પરિસ્થિતિઓના કારણે આ સ્થિતિ જોવા મળી શકે છે.,
કેમકે કંપનીઓ હાલ વધુને વધુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઈ) નો ઉપયોગ તરફ વળી છે. પછી તે બેન્ક હોય, મીડિયા હોય કે આઇટી સર્વિસ પ્રોવાઇડર્સ હોય બધા એઆઇનો ઉપયોગ કરે છે. જાહેરાતો પણ એઆઇ આધારિત થઈ ચૂકી છે. આ ઉપરાંત સ્થાનિક દેવાનું વધતુ પ્રમાણ પણ બોજો વધાતુ જઈ રહ્યું છે આવા સમયે મોટાપાયે બેરોજગારીની સમસ્યા ઉભી થવાની આશંકા તેઓએ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા







