
Jolly LLB-3 controversy: અક્ષય કુમાર અને અરશદ વારસીની આગામી ફિલ્મ ‘જોલી એલએલબી 3’ ને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે બુધવારે ફિલ્મના ગીત ‘ભાઈ વકીલ હૈ’ અંગે દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી.
અક્ષય કુમાર અને અરશદ વારસીને નોટિસ ફટકારી હતી
અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ગીત ન્યાયતંત્ર અને કાયદાકીય વ્યવસાયનું અપમાન કરે છે અને ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. 20 ઓગસ્ટના રોજ પુણેની એક કોર્ટે અક્ષય કુમાર અને અરશદ વારસીને નોટિસ ફટકારી હતી. એક વકીલ, વાજિદ ખાન બિડકરે ફરિયાદ કરી હતી કે ફિલ્મ કાનૂની વ્યવસ્થા અને કોર્ટ કાર્યવાહીની મજાક ઉડાવે છે. તેમણે ફિલ્મના એક દ્રશ્ય સામે પણ વાંધો ઉઠાવ્યો હતો જ્યાં ન્યાયાધીશોને ‘મામુ’ તરીકે ઓળખવામાં આવ્યા છે.
શું હતો વિવાદ?
મધ્યપ્રદેશ હાઈકોર્ટના જબલપુર ખંડપીઠમાં ફિલ્મના ગીત “ભાઈ વકીલ હૈ” અને તેના દ્રશ્યોને લઈને દાખલ કરાયેલી જનહિત અરજી પર 9 સપ્ટેમ્બર 2025ના રોજ સુનાવણી થવાની છે. આ અરજીમાં દલીલ કરવામાં આવી છે કે ફિલ્મમાં વકીલો અને ન્યાયાધીશોની રજૂઆત ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે.
“ફિકર ના કર, તેરા ભાઈ વકીલ હૈ”
આ અરજી જબલપુરના વકીલ પ્રાંજલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવી હતી, અને એડવોકેટ પ્રમોદ સિંહ તોમર તથા આરઝૂ અલી તેની પેરવી કરવાના હતા, ગીતના બોલ “ફિકર ના કર, તેરા ભાઈ વકીલ હૈ” અને કોર્ટરૂમમાં નૃત્ય કરતી છોકરીઓના દ્રશ્યોને અયોગ્ય ગણાવીને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
19 સપ્ટેમ્બર 2025ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં
“જૉલી LLB-3” 19 સપ્ટેમ્બર 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મમાં અક્ષય કુમાર, અરશદ વારસી, હુમા કુરેશી, અમૃતા રાવ, સૌરભ શુક્લા અને અન્નુ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. સુભાષ કપૂર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કોર્ટરૂમ કોમેડી-ડ્રામા છે.
ફિલ્મમાં ન્યાયાધીશોને “મામુ” કહેવા પર આક્ષેપ
આ પહેલાં પણ ફિલ્મ વિવાદોમાં આવી છે. મે 2024માં અજમેરમાં શૂટિંગ દરમિયાન ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા ફિલ્મની રજૂઆત પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. પૂણેમાં પણ એક વકીલે ફિલ્મમાં ન્યાયાધીશોને “મામુ” કહેવા પર આક્ષેપ કર્યો હતો, અને અક્ષય કુમાર તથા અરશદ વારસીને 28 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવા નોટિસ મળી હતી.
ફિલ્મનું શૂટિંગ મોટાભાગે અજમેરમાં
ફિલ્મનું શૂટિંગ મોટાભાગે અજમેરમાં થયું, જ્યાં ડીઆરએમ ઓફિસમાં કોર્ટરૂમ સેટ બનાવાયો હતો. ટીઝર 12 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થયું, જેમાં અક્ષય અને અરશદ વચ્ચે કોર્ટરૂમમાં ટકરાવ દર્શાવાયો છે. ગીત “ભાઈ વકીલ હૈ” 20 ઓગસ્ટ અને “ગ્લાસ ઊંચી રાખે” 30 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થયા.
ફિલ્મને લઈને મુશ્કેલીઓ ટળી
હવે આ ફિલ્મને લઈને મુશ્કેલીઓ ટળી છે અરજી ફગાવી દેતા હવે રાહત મળી છે.ન્યાયાધીશ સંગીતા ચંદ્રા અને બ્રિજ રાજ સિંહની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે તેમને ગીતના શબ્દો કે ફિલ્મના ટીઝર અને ટ્રેલરમાં “કંઈ વાંધાજનક” લાગ્યું નથી. કોર્ટે કહ્યું, “અમને એવું કંઈ મળ્યું નથી જે આ કોર્ટના હસ્તક્ષેપને સમર્થન આપે. અમે ગીતના શબ્દો પણ જોયા અને અમને એવું કંઈ મળ્યું નથી જે વકીલોના સાચા વ્યવસાયમાં દખલ કરે.” તેથી, કોર્ટે કોઈપણ ખર્ચ લાદ્યા વિના અરજીને ફગાવી દીધી.
અહેવાલ: સુમન ડાભી
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ