જજ બાદ એન્જિનિયરના ઘરેથી કરોડો રુપિયા ઝડપાયા, નોટો ગણવા મશીનો લાવવા પડ્યા | Engineer Tarini Das

  • India
  • April 3, 2025
  • 0 Comments

Engineer Tarini Das: બિહારની નીતિશ સરકારે મકાન બાંધકામ વિભાગના મુખ્ય એન્જિનિયર તારિણી દાસને સેવામાંથી દૂર કરી દીધો છે.  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દરોડા દરમિયાન એન્જિનિયરના ઘરેથી કરોડો રૂપિયા રોકડા મળી આવ્યા હતા. નોટો ગણવા માટે 4  મશીનો મંગાવવા પડ્યા હતા. નિવૃત્તિ પછી, રાજ્ય સરકારે તારિણી દાસને બે વર્ષ વધુ નોકરી કરવા માટે મોકો આપ્યો હતો. જોકે બે વર્ષમાં નિવૃતિ થાય તે પહેલા જ કાળી ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટી ગયો છે. કાળા નાણાંનો પર્દાફાશ થયા પછી ઈજનેરને તેના પદ પરથી સરકારે દૂર કરી દીધો છે. તેના વિરુધ્ધ ખાતાકિય તપાસ શરુ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક મોટા જજ યશવંત વર્માના  ઘરમાંથી કરોડો રુપિયા સળગી જવાનો મામલો સામે આવ્યો હતો. ત્યાર બાદ આ બીજી ઘટના સામે આવી છે.

તાજેતરમાં EDએ તારિણી દાસ સહિત 7 લોકોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 11.64 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. IAS સંજીવ હંસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 27 માર્ચે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ED એ 28 માર્ચે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ટીમે કોન્ટ્રાક્ટર રિશુ શ્રીની ફરિયાદના આધારે દરોડા પાડ્યા હતા. એન્જિનિયર તારિણી દાસના ઘરેથી જપ્ત કરાયેલી રકમ ટેન્ડર બિલ ક્લિયર કરવાના બદલામાં આપવામાં આવી હતી. જોકે, ED એ સ્પષ્ટ કર્યું નથી કે કયા સ્થળેથી કેટલી રોકડ મળી આવી છે.

રોકડ રકમના બંડલ મળ્યા બાદ મુખ્ય એન્જિનિયર તારિણી દાસને પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે. નિવૃતિને વયે ભ્રષ્ટાચારના કાળા કામો બહાર આવતાં એન્જિનયિરની મુશ્કલીઓ વધી ગઈ છે. હાલ આ એન્જિનિયર વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ  યશવંત વર્મા પકડાયા બાદ સુપ્રિમના જજોને સંપતિ જાહેર કરવાનો વારો આવ્યો! | Supreme Court Property

આ પણ વાંચોઃ Narmda: પોલીસમાં બે કેટેગરી, એક પગાર લઈ નોકરી કરે, બીજા ભાજપની ચમચાગીરી કરે: ચૈતર વસાવા

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશના નેમાવર ઘાટ પર 18 ચિતાઓ સળગી, સ્વજનોનું હૈયાફાટ રુદન, ડીસા ફટાકડા ફેક્ટરીમાં થયા મોત | funeral

આ પણ વાંચોઃ Mehsana: ડીસાની ઘટના બાદ મહેસાણાનું વહીવટી તંત્ર જાગ્યું, ફટાકડાની દુકાનોમાં તપાસ

Related Posts

Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને
  • August 10, 2026

Andhra Pradesh FDI: આંધ્ર પ્રદેશમાં સરકાર બદલાયા બાદ રાજ્યમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI)માં નોંધપાત્ર વધારો થયો હોવાનું કેન્દ્રીય સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા સત્તાવાર આંકડાઓમાં સામે આવ્યું છે. લોકસભામાં રજૂ…

Continue reading
India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

  • August 10, 2026
  • 2 views
Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને

  • August 10, 2026
  • 7 views
Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને

RSP Nepal Politics: નેપાળની સત્તાધારી RSP માં આંતરિક વિખવાદ તેજ, બાલિન્દ્ર શાહ અને રબી લામિછાને આમને-સામને

  • August 10, 2026
  • 5 views
RSP Nepal Politics: નેપાળની સત્તાધારી RSP માં આંતરિક વિખવાદ તેજ, બાલિન્દ્ર શાહ અને રબી લામિછાને આમને-સામને

India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા

  • August 10, 2026
  • 7 views
India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા

Vande Mataram Kerala: કેરળમાં ‘વંદે માતરમ’ના સંપૂર્ણ ગાન પર વિવાદ, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

  • August 10, 2026
  • 9 views
Vande Mataram Kerala: કેરળમાં ‘વંદે માતરમ’ના સંપૂર્ણ ગાન પર વિવાદ, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

NALSAR University CJI: NALSARના વિદ્યાર્થીઓનો CJI સૂર્યકાંત સામે વિરોધ, દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ બદલવા માંગ

  • August 10, 2026
  • 8 views
NALSAR University CJI: NALSARના વિદ્યાર્થીઓનો CJI સૂર્યકાંત સામે વિરોધ, દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ બદલવા માંગ