
Junagadh Bridge Collapsed: વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના હજુ તો તાજી જ છે ત્યારે રાજ્યમાં ફરી બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. જૂનાગઢના માંગરોળના આજક ગામે પણ બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે.
વડોદરા બાદ જુનાગઢમાં બ્રિજ દુર્ઘટના
મળતી માહિતી મુજબ જૂનાગઢના માંગરોળના આજક ગામે બ્રિજના રિપેરિંગ કામ વખતે બ્રિજ તુટી પડ્યો હતો. આ ઘટના બની ત્યારે બ્રિજ પર ઊભેલા લોકો નદીમાં ખાબકી ગયા હતા. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નહોતી. જ્યાં દુર્ઘટના બની છે તે બ્રિજ આત્રોલીથી કેશોદ તરફ જવાના રસ્તે આવેલો હતો.
Junagadh Bridge Collapsed: વડોદરા બાદ જુનાગઢમાં બ્રિજ દુર્ઘટના, સમારકામ વખતે બ્રિજ તૂટતા કેટલાક લોકો નદીમા ખાબક્યાં#Junagadh #bridgecollapse #bridge #Gujarat #Keshod #mangrol #JunagadhBridgeCollapse #Gujarat #thegujaratreport pic.twitter.com/2PUnCYKszv
— The Gujarat Report (@TGujarat_Report) July 15, 2025
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના પાદરા તાલુકા પાસે મહિસાગર નદી પર 9 જુલાઈ 2025 ના રોજ મુજપુર-ગંભીરા પુલ અકસ્માત થયો હતો. નદી પર બનેલો ગંભીરા પુલ અચાનક તૂટી પડ્યો હતો. આ દુ:ખદ પુલ અકસ્માતમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. આ દુર્ઘટનામાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે કારણ કે, તે ઘણા સમયથી જર્જરિત હતો અને તેનું સમારકામ કરવા અને નવો બ્રિજ બનાવવા માટે અનેક રજૂઆતો કરવામા આવી પરંતુ તે રજૂઆતોને ધ્યાને ન લેતા આખરે આ દુર્ઘટના સર્જાઈ હતી.
આ દુર્ઘટના બાદ રાજ્યનું તંત્ર જાગ્યું છે અને જેટલા પણ જર્જરિત બ્રિજ છે તેનું સમારકામ હાથ ધર્યું છે તેવામાં વધુ એક દુર્ઘટના સર્જાતા ચકચાર મચી ગઈ છે. જો કેસદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.








