
junagadh: જૂનાગઢમાંથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. જીલ્લામાં એક સગા પિતાએ તેની 12 વર્ષિય કુમળી પુત્રી પર બળાત્કાર ગુજાર્યો છે. જેથી પંથકમાં ચકચાર મચી ગઈ છે. જાણવા મળી રહ્યું છે હવશખોરે તેની પત્નીને છૂટાછેડા આપી દીધા છે. ત્યારે હાલ આરોપી પિતાને ઝડપી લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં રોજે રોજ બળાત્કાર, સૃષ્ટિ વિરુધ્ધના કૃત્યો, હત્યાની ઘટના વધી રહી છે. ત્યારે હવે જૂનાગઢમાં પિતા-પુત્રીને લજવતો કિસ્સો સામે આવ્યા સૌ કોઈ શર્મશાર છે. ભેંસાણ પોલીસ હદ વિસ્તારમાં એક હવશખોર પિતાએ એકવાર નહીં પણ 4 વાર બળાત્કાર ગુજાર્યો હોવાનું બહાર આવ્યું છે. દોઢ મહિના પૂર્વે જ આરોપીએ પિતાએ પત્નીને છૂટાછેડા આપી દીધી હતા. જેથી 12 વર્ષિય પુત્રી તેની સાથે રહેતી હતી. સગા પિતાએ એકલતાનો લાભ લઈ સગીર વયની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો છે.
હાલ માતાએ ભેંસાણ પોલીસ મથખે ફરિયાદ નોંધાવાતા નરાધમ પિતાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ભોગ બનનાર બાળકીની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચોઃ ‘એમ્પુરાણ’ ફિલ્મ રિલિઝ થયા બાદ હિન્દુ સંગઠનનો વિરોધ, ગુજરાત રમખાણોની વાત, રાજકારણ ગરમાયું | L2: Empuraan
આ પણ વાંચોઃ Katch: પેટ્રોલ પંપ પાસે આગ, બ્લાસ્ટ થવાનો ભય, લોકોના જીવ તાળવે ચોટ્યા (VIDEO)
આ પણ વાંચોઃRajkot: ગૃહપતિએ વિદ્યાર્થી પર આચર્યું સૃષ્ટિ વિરુધનું કૃત્ય, પિતાએ શું કર્યો આક્ષેપ?