
Junagadh Accident News: જૂનાગઢ જીલ્લાના કેશોદમાં એક ગંભીર કાર અકસ્માત થયો છે. કાર ઝાડ સાથે અથડાતાં કારમાં સવાર 4 લોકોને અકસ્માત નડ્યો છે. જેમાંથી બે લોકના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે ખસેડાયા છે.
મળતી માહિતી અનુસાર કેશોદના નજીક ગત રાત્રે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. લગ્નમાંથી પાછા આવતી વખતે નાસ્તો લેવા જતાં પરિવારની કારને અકસ્માત નડ્યો છે. કાર ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં કુલ 4 લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે. મૃતકોમાં વિજયભાઈ સોલંકી અને ચંદુભાઈ ડાભી હોવાની મળી જાણકારી મળી રહી છે. જ્યારે બે લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે ઈજાગ્રસ્તો અને મૃતકોને કારના પતરા કાપી બહાર કાઢ્યા હતા. અને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકાળે પરિવારના મોત થતાં લગ્ન પ્રસંગનો માહોલ માતમમાં ફેરવાયો છે.
આ પણ વાંચો: અમેરિકાએ 33 ગુજરાતીઓ સહિત 205 ભારતીયોને કર્યા ડિપોર્ટ; સેનાનું વિમાન પહોંચ્યું ભારત