
Kadi and Visavadar by elections : ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠકને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય ચૂંટણી પંચે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ બંને બેઠકો પર 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે, જ્યારે 23 જૂન, 2025ના રોજ પરિણામો જાહેર થશે.
કડી અને વિસાવદર પેટાચૂંટણીની તારીખ જાહેર
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આવતીકાલથી એટલે કે 26 મે, 2025થી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે, અને 2 જૂન, 2025 સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે. આ પેટાચૂંટણીઓ ભાજપ, કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો માટે એક મહત્વપૂર્ણ કસોટી સાબિત થશે, કારણ કે આ બેઠકોના પરિણામો રાજ્યના રાજકીય માહોલ પર ખુબ મોટી અસર કરી શકે છે.
આ કારણે બેઠકો પડી હતી ખાલી
નોંધનીયછે કે, કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. જ્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યે રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતાં, જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ હતી.
રાજકીય પક્ષોમાં ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ
આ જાહેરાત સાથે રાજકીય પક્ષોમાં ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આપ પાર્ટીએ તો પહેલા જ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા છે અને તેમણે જોરશોરથી પ્રચાર પણ શરુ કરી દીધો છે. ત્યારે આપ પાર્ટી ભાજપ તેમજ શંકરસિંહ વાઘેલાની ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ એ ઉમેદવારોની શોધમાં છે.
કડી અને વિસાવદર બેઠકોનું મહત્વ
કડી વિધાનસભા બેઠક, જે મહેસાણા જિલ્લામાં આવેલી છે, તે ખેતી અને ઉદ્યોગનું કેન્દ્ર ગણાય છે. આ બેઠક પર ભાજપનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ કોંગ્રેસ અને અન્ય પક્ષો પણ આ વખતે જોરદાર ટક્કર આપવાની તૈયારીમાં છે. જ્યારે જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક ગ્રામીણ મતદારોના પ્રભાવવાળી બેઠક છે, જ્યાં ખેડૂતો અને સ્થાનિક મુદ્દાઓ ચૂંટણીના મુખ્ય પરિબળો રહેશે.
આ પણ વાંચો:
પૂર્વ CM મોદીના પહેલા મંત્રી મંડળના નેતાઓ ખતમ થયાં કે કરી દેવાયાં?। કાલચક્ર ભાગ 3 | KAAL CHAKRA
બનાસકાંઠા સરહદેથી BSF એ ઘુસણખોરને ઠાર માર્યો, કચ્છમાંથી એક જાસૂસની ધરપકડ
IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, શુભમન ગિલ બન્યો નવો કેપ્ટન
ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?
Accident: અમદાવાદથી ભીલવાડા જતી લક્ઝરીએ મારી પલટી, 3ના મોત, ઘણાને ઈજાઓ
Surat: એમેઝોન પ્રાઇમ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે બેંક લૂંટી, આ રીતે પોલીસે આરોપીને ઝડપ્યો
પ્રખ્યાત અભિનેતા Mukul Dev નું 54 વર્ષની વયે અવસાન, ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું
Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના
Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!
Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ
Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!
Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો
પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા
Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?