
દરેક વખતે વિવાદોમાં રહેતી ગાંધીનગર સ્થિત કામધેનુ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી ગેરરીતિ અને મોટો છબરડો થયાના સનસનીખેજ આક્ષેપ કર્યા છે. તેમણે એક આરોપ લગાવ્યો છે. કે વર્ષ 2021માં પૂછાયું પેપર બેઠું 2024માં પૂછી લેવામાં આવ્યું છે.
આજથી 9 મહિના પહેલા એટલે કે 12/03/2024 એ કામધેનુ યુનિ. દ્વારા અલગ અલગ સંવર્ગની ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જે અંતર્ગત 15/03/2024 થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. જેમાં એક “સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ વર્ગ 3. (ફિશરિઝ)ની પરિક્ષા આજથી થોડા સમય પહેલા પરીક્ષા લેવામાં આવી અને સેંકડો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે કામધેનું યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજો હિંમતનગર, વેરાવળ, નવસારીમાં આવેલી છે.
ચોંકાવનારી વાત એ છે કે આ પરીક્ષામાં 200 માર્કસનું MCQ પ્રશ્નપત્ર પૂછવામાં આવ્યું હતુ. “આ જ પ્રશ્નપત્ર પહેલાથી એટલે 2021થી એક સોશિયલ મીડિયા વેબ બ્લોગ પોસ્ટ ઉપર ઉપલબ્ધ હતું. આજ પેપર સીધુ 2024માં પૂછવામાં આવ્યું હતુ. ” વધુ ગજબ વાત એ છે કે આ “બ્લોગ” ફિશરીઝનાં એક પ્રોફેસર દ્વારા હિંમતનગરથી જ ચલાવવામાં આવે છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હમણાં થોડા દિવસો પહેલા જ મેરીટ યાદી પણ આવી અને જે વ્યક્તિ મેરીટમાં પહેલા ક્રમાંકે છે તે પણ હિંમતનગરથી છે. જેથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.