
Kangana Ranaut : મંડી, હિમાચલ પ્રદેશના ભાજપ સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત સામે આગ્રામાં રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં તેઓ પર ખેડૂતો અને રાષ્ટ્રની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું નિવેદન કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ કેસનો મામલો શુ છે?
ભાજપ સાંસદ કંગનાએ 24 ઓગસ્ટ, 2024ના રોજ એક નિવેદન આપ્યું હતું જેમાં તેણી એ કહ્યું હતું કે “જો અમારું શીર્ષ નેતૃત્વ મજબૂત રહ્યું ન હોત, તો ખેડૂત આંદોલન દરમિયાન પંજાબને પણ બાંગ્લાદેશ બનાવી દેવામાં આવ્યું હોત.
પંજાબમાં ખેડૂત આંદોલનના નામે ઉપદ્રવીઓ હિંસા ફેલાવી રહ્યા હતા ત્યાં રેપ અને હત્યાઓ થઈ રહી હતી.
ખેડૂત બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું, નહીંતર આ ઉપદ્રવીઓની ખૂબ લાંબી યોજના હતી. તેઓ દેશમાં કંઈ પણ કરી શક્યા હોત.”
કંગનાએ વધુમાં ઉમેર્યું હતું કે
“પંજાબમાં શું થઈ રહ્યું છે, આખી દુનિયા જોઈ રહી છે. ઉડતા પંજાબ જેવી ફિલ્મમાં ત્યાંની વાસ્તવિકતા પણ દેખાડવામાં આવી છે. ત્યાં આ સમયે ડ્રગ્સ, માફિયા, ધર્મ પરિવર્તન કરાવતી ગેંગ અને ખાલિસ્તાની સમર્થકો મજબૂત બની રહ્યા છે. ત્યાં કેટલાક લોકો દરેક સમયે કાયદાને પોતાના હાથમાં લઈ રહ્યા છે”
કંગનાના નિવેદનથી ખેડૂતોની લાગણીઓને ઠેસ પહોંચી છે. આ નિવેદનને ખેડૂતોનું અપમાન અને “રાજદ્રોહ” તરીકે જોવામાં આવી રહ્યુ છે.
●દાવો ક્યારે અને કેવી રીતે દાખલ કરવામાં આવ્યો?
◆એડવોકેટ રામાશંકર શર્માએ 11 સપ્ટેમ્બર, 2024 ના રોજ આગ્રાની સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટમાં આ કેસ દાખલ કર્યો હતો.
◆વાદીનો આરોપ છે કે કંગનાએ ખેડૂતોને “ખૂની, બળાત્કારી અને આતંકવાદી” જેવા શબ્દો સાથે જોડ્યા છે.
◆એવો પણ આરોપ છે કે તેણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અહિંસક સિદ્ધાંતોની મજાક ઉડાવી હતી.
●કોર્ટમાં શું થયું?
◆સુનાવણી દરમિયાન બંને પક્ષોએ પોતાની દલીલો રજૂ કરી.
◆કોર્ટે પોલીસ (ન્યુ આગ્રા પોલીસ સ્ટેશન) પાસેથી રિપોર્ટ માંગ્યો હતો, પરંતુ વિરોધી પક્ષને તે મળ્યો ન હતો, તેથી કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
◆સુનાવણી પછી, કોર્ટે ચુકાદા માટે 12 નવેમ્બર, 2025 ની તારીખ નક્કી કરી હતી જેમાં
સ્પષ્ટ થયું છે કે કંગના વિરુદ્ધ ખેડૂતોનું અપમાન અને રાજદ્રોહનો કેસ ચાલશે. સ્પેશિયલ જજ MP-MLA લોકેશ કુમારની કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ. તેમાં કોર્ટે કંગના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજી સ્વીકારી લીધી છે.
કોર્ટે કહ્યું કે, હવે આ કેસ એ જ નીચલી કોર્ટમાં ચાલશે, જેણે કંગનાનો કેસ ફગાવી દીધો હતો. અગાઉ, 10 નવેમ્બર (સોમવાર) ના રોજ, કોર્ટે કંગનાના વકીલોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. કંગના સામેનો કેસ IPCની કલમ 356 અને 152 હેઠળ ચલાવવામાં આવશે.
◆અગાઉ સુનાવણી દરમિયાન, કંગના કોર્ટમાં રૂબરૂ હાજર થઈ નથી; તેણીને છ જેટલા સમન્સ જારી કરવામાં આવ્યા છે.
●આ કેસ વિવાદાસ્પદ કેમ છે?
◆આવા નિવેદનો ખેડૂતોની લાગણીઓ સાથે સંકળાયેલા છે – કૃષિ સમાજ, વિરોધ અને આંદોલનો જેવી પરિસ્થિતિઓમાં સામેલ લોકો આને ખૂબ જ સંવેદનશીલ મુદ્દો માને છે.
◆”રાજદ્રોહ” નો આરોપ દાખલ કરવામાં આવ્યો હતો કારણ કે આરોપમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણીએ દેશ, ખેડૂતો, રાષ્ટ્રપિતા અને સૈનિકોની ગરિમાને ઠેસ પહોંચાડી છે.
◆આ બધા પક્ષો માટે વિરોધ, વાણી સ્વાતંત્ર્ય અને વ્યક્તિગત અને સામૂહિક લાગણીઓને કેવી રીતે સંતુલિત કરવી જોઈએ તે સમજવાની તક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન કંગના રનૌતે અનેક નિવેદનો આપ્યા હતા.
તેઓએ સોશિયલ મીડિયા પર આંદોલનકારીઓની સરખામણી ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે કરી હતી. તેણે લખ્યું હતું કે, ‘ખાલિસ્તાની આતંકવાદીઓ સરકાર પર દબાણ લાવી રહ્યા છે, પરંતુ આપણે મહિલા વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને ભૂલવા ન જોઈએ,ઇન્દિરા ગાંધીએ તેમને જૂતા નીચે કચડી નાખ્યા હતા.’
તેઓએ કહ્યુ હતુ કે 100 રૂપિયા લઈ મહિલાઓ ખેડૂત આંદોલનમાં જોડાઈ છે.
આ વિવાદાસ્પદ નિવેદનને લઈ કંગના રનૌત ચંદીગઢ એરપોર્ટ પર આવી, ત્યારે CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે તેને લાફો ઝિંકી દીધો હતો.
CISF કોન્સ્ટેબલનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તેણે દાવો કર્યો હતો કે, જ્યારે કંગના રનૌતે ખેડૂતોના વિરોધમાં ભાગ લઈ રહેલી એક મહિલાને 100 રૂપિયા માટે પ્રદર્શનકારી કહી હતી, ત્યારે તેની માતા પણ વિરોધ પ્રદર્શન પર બેઠી હતી. થપ્પડ માર્યા બાદ, કુલવિંદર કૌરને એરપોર્ટ અધિકારીઓએ અટકાયતમાં લીધી હતી. ત્યારબાદ તેણીને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
દરમિયાન,11 સપ્ટેમ્બર 2024ના રોજ વકીલ રમાશંકર શર્માએ કંગના રનૌત વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેના પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
જેમાં કંગનાએ 26 ઓગસ્ટ 2024ના રોજ એક ઇન્ટરવ્યૂમાં ખેડૂતો વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી, આનાથી લાખો ખેડૂતોની લાગણીઓને ઠેસ પહોંચી હતી જે હવે આગ્રા કોર્ટે કંગના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજી સ્વીકારી લેતા કેસ આગળ ચાલશે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો







