
લાંબી તપાસ અને કાર્યવાહી બાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે આજે રિમાન્ડના પહેલા દિવસે મુખ્ય આરોપીને ખ્યાતિ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તે ખોટી રીતે દર્દીઓના આયુષ્માન કાર્ડ કાઢી જરુર ન હોવા છતાં સારવાર કેવી રીતે કરાવતો તે તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે.
કાર્તિક પટેલ જ્યારથી કૌભાંડ બહાર આવ્યું ત્યારથી ફરાર હતો. તે વિદેશ ભાગી ગયો હતો. જોકે તે નાટકીય ઢબે પરત આવતાં જ અમદવાદ એરપોર્ટ પરથી અમદવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી, અને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે આજે રિમાન્ડના પહેલા દિવસે ક્રાઈમ બ્રાંચ પોલીસ કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્ટિપલમાં લઈ જવામાં આવ્યો છે. જ્યા તે દર્દીના ખોટા ઓપરેશન કરી સરકારને કેવી રીતે ચૂનો લગાવતો હતો. તે તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે.
આ મુદ્દાઓ પર તપાસ તેજ
ઉલ્લખેનીય છે કે કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્ટિલનો ડાયરેક્ટર છે. તે હોસ્પિલમાં 51% જેટલો હિસ્સો ધરાવે છે. પૈસા કેટલા આવ્યા અને ક્યાં રોકાણ કરવામાં આવ્યા, ડોકટરને કમિશન કેટલું આપતો, દર્દીઓના જરુર ન હોવા છતાં ઓપરેશન કરવા બાબતે, pmjay કાર્ડના ડેટા ચોરી, ઓડિટ રિપોર્ટમાં પણ છેડછાડ, તેના મોબઈલ સહિતની ઝીવટપૂર્વક પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે.
જુઓ વિડિયો
આ પણ વાંચોઃ નડિયાદથી અંબાજી દર્શને ગયેલા યાત્રિકે સોનાનો હાર અને બુટ્ટી અર્પણ કરી