
Katch murder case: રાપરના આણંદપર ગેડી રોડ પર એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. આ યુવાનની ગાળાને ભાગે તીક્ષ્ણ હથિયારો મારી ઘાતકી હત્યા કરાઈ છે. લોહીથી લથડબથડ મૃતદહેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર આજે રાપર તાલકામાંથી લોહીથી લથડબથડ હાલતમાં અરવિંદ નામના 25 વર્ષિય યુવાનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. તીક્ષ્ણ હત્યારો વડે ક્રૂરતાંપૂર્કક હત્યા કરી નાખવામાં આવતાં પંથકના લોકોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આડા સંબંધને લઈ હત્યા કરાઈ કરાઈ છે. હત્યામાં કોણ સંડોવાયેલું છે, તે તમામ મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: ભૂપેન્દ્ર પટેલ સત્તા બચાવવા માગતા હોય તો લોકોના ઘર ફરીથી બનાવી દે: ઈસુદાન ગઢવી
આ પણ વાંચોઃ Surendranagar: નસબંધીના ઓપરેશન સમયે થયેલા મહિલાના મોત મામલે તપાસના આદેશ