
F-35B fighter jet stranded in Kerala: બ્રિટિશ રોયલ નેવીનું ફાઇટર જેટ F-35 હજુ પણ કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાર્ક કરેલું છે. બ્રિટનનમાંથી એન્જિનિયરોની ટીમ આવીને ઘણું મથી પણ રિપેર ન થયુ. હાલ પણ વિમાન ઉડવા યોગ્ય સ્થિતિમાં નથી. જેથી હવે તેને છૂટૂ પાડીને બ્રિટન લઈ જવાશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે ફાઇટર જેટના સ્પેર પાર્ટ અલગ અલગ કરીને લશ્કરી કાર્ગો વિમાનમાં બ્રિટન પરત લઈ જવામાં આવશે.
14 જૂનની રાત્રે કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફાઇટર જેટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ પછી જેટમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી, જેના કારણે તે ઉડાન ભરી શક્યું ન હતુ. આ વિમાનને મૂશળધાર વરસાદમાં ઉભૂ રાખવામાં આવ્યું હતુ. કારણ કે બ્રિટને તેને વરસાદથી બચાવવા શેડ નીચે ઉભી રાખવાની પરવાનગી આપી ન હતી. બ્રિટનને ડર હતો કે પ્લેન ગુપ્ત જગ્યાએ લઈ જશે, તો પ્લેનની ગૃપ્ત માહિતી લીંક થઈ શકે છે. ભારતીય ઈન્જિયરો તેની ટેક્નોલોજી સમજી લેશે તેવો ડર હતો.
918 કરોડ રૂપિયાનું આ વિમાન બ્રિટિશ રોયલ નેવીના HMS પ્રિન્સ ઓફ વેલ્સ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપનો ભાગ છે. તેને વિશ્વના સૌથી અદ્યતન ફાઇટર જેટમાંનું એક માનવામાં આવે છે.
પ્લેન ભારતમાં કેવી રીતે આવી ગયું?
બ્રિટિશ નૌકાદળનું એરક્રાફ્ટ કેરિયર ‘HMS પ્રિન્સ ઓફ વેલ્સ’ 6 મે, 2025ના રોજ નૌકાદળના અભ્યાસ માટે હિંદ મહાસાગરમાં પહોંચ્યું હતુ. આ જહાજમાં 24 F-35 ફાઇટર જેટ તહેનાત કરવામાં આવ્યા હતા. આમાંથી એક F-35 વિમાન 14 જૂનની રાત્રે ઉડાન ભરી હતી, જ્યારે ‘HMS પ્રિન્સ ઓફ વેલ્સ’ કેરળથી 100 નોટિકલ માઇલ દૂર હતું.
ટેક-ઓફ કર્યાના થોડા સમય પછી આ વિમાને ભારતના રડાર ડેટા પર ઇમર્જન્સી ટ્રાન્સપોન્ડર કોડ SQUAWK 700 મોકલ્યો. આ એક ઇમર્જન્સી ડેન્જર સિગ્નલ છે, જે વિમાનો તાત્કાલિક મદદની જરૂર હોય ત્યારે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને મોકલે છે.
ધ હિન્દુના એક અહેવાલ મુજબ, ખરાબ હવામાનને કારણે વિમાને ઇમર્જન્સી લેન્ડિંગ માટે પરવાનગી માગી હતી. આનો જવાબ કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલે આપ્યો. આ પછી વિમાન રાત્રે લગભગ 9.30 વાગ્યે એરપોર્ટ પર ઊતર્યું.
અન્ય ઘણા મીડિયા અહેવાલો અનુસાર, વિમાનમાં પૂરતું ઇંધણ નહોતું. બ્રિટનની રોયલ નેવીએ ઇંધણ ભરવાની પરવાનગી માગી, જે ભારતે સ્વીકારી. રિફ્યૂઅલિંગ કર્યા પછી વિમાનની હાઇડ્રોલિક સિસ્ટમમાં સમસ્યા આવી, જેના કારણે એ ફરીથી ઊડી શક્યું નહીં. બ્રિટનથી વિમાનને રિપેર કરવા ટીમ આવી પણ તે પણ નિષ્ફળ રહ્યા.
અહેવાલ અનુસાર 14 જૂનથી ઉભેલા પ્લેનનું ભાડુ પણ ભારત વસૂલશે.
આ પણ વાંચોઃ
અવકાશયાત્રીને મોદીએ ગાજરના હલવા અંગે સવાલ પૂછ્યો, બીજુ કશું જ ના સૂજ્યું!| Space
Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ
Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?
Ahmedabad Rath Yatra incident: હાથીને માર મર્યા બાદ કલેક્ટરની બેઠક, દોષનો ટોપલો કોના પર ઢોળાયો?
Ahmedabad: ટ્રક ચાલુ થતાં જ યુવક નીચે સૂઈ ગયો, સામે ચાલી મોતને નોંતર્યું?, જાણો વધુ
ISKCON Temple: અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબાર, ભારત શું બોલ્યું?
આ કેવા વિશ્વગુલ્લુ છે!, પોતાના જ પડોશી દેશોનો સાથ મળતો નથી? | Pakistan-China new plan
Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!