
Khambhat: આણંદ જીલ્લાના ખંભાતમાં વર્ષ 2019માં એક બાળકી પર દીવાળી ટાળે 7 વર્ષિય બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરનાર શખ્સ અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આ ચૂકાદે ખંભાત સેશન્સ કોર્ટે આપ્યો છે.
મળતી જાણકારી અનુસાર 2019માં ખંભાત તાલુકાની એક ગામમાં આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલે બેસતા વર્ષના દિવસે ફટાકડા આપવાની લાલચ આપીને 7 વર્ષિય બાળકીને ઉઠાવી ગયો હતો. ત્યાર બાદ તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું અને તેની હત્યા કરી નાખી હતી. તેનો મૃતદેહ કામનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલા પાણીના કાંસમાંથી અર્ધનગ્ન અવસ્થામાં મળ્યો હતો.
આ ગંભીર અપરાધ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે પિતાએ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને દોષિ ઠેરવી હત્યા અને દુષ્કર્મ કેસમાં ફાંસીની સજા ફટકારી છે.
આરોપી અર્જુને દુષ્કર્મ ગુજારી હત્યા કરી નાખી હતી
આ જઘન્ય બળાત્કાર- હત્યા કેસમાં પહેલા નરાધમ અર્જુને પહેલા બાળકી પર દુષ્કર્મ આચર્યું હતુ. હવશ સંતોષી બાળકનું ગળું દબાવી દીધુ હતુ. ત્યાર બાદ તેણે તેની લાશને ખુલ્લી ગટરમાં ફેંકી દીધી હતી.
આવી ઘટનાઓ સમાજને લાંચ્છન લગાવી રહી છે. જેથી કોર્ટે ફાંસીની સજા આપી કડક ડર બેસાડતો દાખલો પૂરો પાડ્યો છે.
આ પણ વાંચોઃ
Treaty: આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી તે શું છે?
Seema Haider: ગેરકાયદેસર ઘૂસેલી સીમા હૈદર પાકિસ્તાન જશે? વાંચો
Gujarat માં ઠેર-ઠેર આતંકવાદનો વિરોધ, આતંકીઓના પૂતળા બાળી પ્રદર્શન
Vadodara: બોલેરો અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત, પોલીસકર્મી સહિત 3ના મોત
ED દ્વારા સહારા ગૃપની 1500 કરોડની મિલકત જપ્ત, જુઓ ગુજરાતમાં સહારાના જમીન કૌભાંડો!