
Iran War: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહી દરમિયાન ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લામ અલી ખામેનેઈનું મોત થઈ ગયા બાદ ઇરાનના નવા લીડર તરીકે ખામેનેઈના 56 વર્ષીય પુત્ર મોજતબા ખામેનેઈને જાહેર કરવામાં આવ્યા છે વિગતો મુજબ તેઓએ પદ સંભાળતાની સાથેજ ઈઝરાયેલ ઉપર મિસાઇલ એટેક શરૂ કર્યો હતો.
ઈરાનના મીડિયાના અહેવાલો મુજબ આયતુલ્લા સૈયદ મોજતબા ખામેનેઈએ સત્તા સંભાળતાની સાથે જ ઈઝરાયેલ પર જોરદાર મિસાઈલ એટેક કર્યો હતો,IRIB (ઈરાની મીડિયા) એ આ હુમલાની પુષ્ટિ કરી હતી.ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) અને પૂર્વ સુપ્રીમ લીડરના કાર્યાલયના સમર્થન સાથે નવા લીડર તરીકે મોજતબાની પસંદગી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તા.28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલ હુમલાઓમાં અલી ખામેનેઈનું મોત થયા બાદ દેશની કમાન ત્રણ સભ્યોની અંતિમ કાઉન્સિલ (અલીરેઝા અરાફી, રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન અને ચીફ જસ્ટિસ એજેઈ) સંભાળી હતી પરંતુ હાલ ચાલી રહેલા યુદ્ધની સ્થિતિમાં એક લીડરની જરૂરિયાતને ધ્યાને લઇ મોજતબાની પસંદગી કરવામાં આવી હતી.
મહત્વનું છે કે અગાઉ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલી સેનાએ કડક ચેતવણી આપી હતી કે કોઈ પણ ખામેનેઈના ઉત્તરાધિકારી બનશે તેને પણ ખતમ કરવામાં આવશે. બીજી તરફ, ટ્રમ્પે ધમકી આપી હતી કે ઈરાનનો નવો નેતા તેમની પસંદગી અને મંજૂરી વગરનો બનશેતો ‘વધારે દિવસ ટકી શકશે નહીં’. ટ્રમ્પે અગાઉ મોજતબાને નબળા નેતા ગણાવ્યા હતા.
બીજી તરફ ઈરાનમાં થયેલા આ નેતૃત્વ પરિવર્તન બાદ અમેરિકા ઈરાનના યુરેનિયમ જથ્થાને કબજે કરવા માટે ‘સ્પેશિયલ મિલિટરી ઓપરેશન’ પર વિચાર કરી રહ્યું હોવાના અહેવાલ છે. જેના ભાગરૂપે અમેરિકી સ્પેશિયલ ફોર્સિસ ઈરાનમાં જમીની સ્તરે ઉતરીને ઇરાનના સમૃદ્ધ યુરેનિયમ પર નિયંત્રણ મેળવી શકે છે, જેથી પરમાણુ શસ્ત્રો બનાવતા રોકી શકાય.જોકે,નવા નેતાએ પદ સંભળતાની સાથે જ મિસાઈલનો મારો ચલાવી કડક મેસેજ આપી દેતા ઈઝરાયેલ અને અમેરિકા ગિન્નાયા છે અને આગામી દિવસોમાં યુદ્ધ વધુ આક્રમક બનવાના એધાણ વર્તાઈ રહયા છે.
■શુ અમેરિકા હવે ગભરાયું? સાઉદી અરેબિયાથી અમેરિકી દૂતાવાસના કર્મચારી અને પરિવારોને પરત અમેરિકા ફરવાનો આદેશ
ઈરાને જ્યાં જ્યાં અમેરિકાના મિલિટરી બેઝ છે તેવા સ્થાનો ઉપર એક સાથે આઠ દેશો ઉપર હુમલા શરૂ કર્યા બાદ હવે અમેરિકાને તેની ગંભીરતા સમજમાં આવી રહી છે કેમકે નુકશાન થવા લાગ્યું છે ત્યારે હવે નવા લીડર બનતા આ હુમલા વધુ આક્રમક બની શકે છે આવા સમયેસાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આવેલા અમેરિકી દૂતાવાસે સુરક્ષાના ખતરાને ધ્યાનમાં રાખીને અમેરિકી દૂતાવાસે આદેશ આપ્યો છે કે સાઉદી અરેબિયામાં કામ કરી રહેલા બિન-જરૂરી અમેરિકી સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારો તાત્કાલિક દેશ છોડી દે.અમેરિકી મીડિયા અનુસાર, આ આદેશ તે સમયે આવ્યો છે જ્યારે ઈરાન તરફથી સાઉદી અરેબિયા પર હુમલાઓ વધ્યા છે જે હવે વધુ આક્રમક બની શકે છે.
■ ઇરાને કહ્યું તેઓ ટ્રમ્પની ધમકીઓથી ડરતા નથી અને આખર સુધી લડતા રહશે પણ શરણાગતિ ક્યારેય નહીં સ્વીકારે
ઈરાનના સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકર કાલિબાફે કહ્યું છે કે, ઈરાન ક્યારેય શરણાગતિ સ્વીકારશે નહીં.રાજ્ય સમાચાર એજન્સી IRNA અનુસાર, કાલિબાફે જણાવ્યું હતું કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવું માનીને “મોટી ભૂલ” કરી રહયા છે કે ઈરાન થોડા દિવસના યુદ્ધ બાદ શરણાગતિ સ્વીકારશે.તેમણે કહ્યું, ” તેમનું રાષ્ટ્ર અને તેમના લોકો શરણાગતિ સ્વીકારશે નહીં તેઓ આખર સુધી લડશે, સંઘર્ષ કરશે પણ શરણ નહિ સ્વીકારે.
■દુનિયાભરના અર્થતંત્ર ઉપર મોટી અસર થશે:ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ!
આ યુદ્ધ હવે ભયાનક બનવાનું છે જે સમગ્ર વિશ્વના અર્થતંત્ર ઉપર મોટી અસર કરનારું સાબિત થશે કારણ કેદુનિયામાં વધતા તણાવ વચ્ચે રવિવારે ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરથી ઉપર પહોંચી ગઈ. યુક્રેન યુદ્ધ પછી આ પહેલીવાર છે જ્યારે તેલની કિંમત આટલી વધી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ઈરાન યુદ્ધના કારણે દુનિયામાં તેલનો પુરવઠો પ્રભાવિત થઇ શકે છે, આ જ કારણોસર તેલ અને પેટ્રોલની કિંમતો ઝડપથી વધી રહી છે જોકે, ટ્રમ્પને કોઈ ફરક નથી પડતો તેઓએ તેલની વધતી કિંમતો પર કહ્યું કે આ “નાની કિંમત” છે.આમ,ટ્રમ્પની નીતિઓનો ભોગ દુનિયાએ ભોગવવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







