Iran War: ઈરાનના 30 તેલ ડેપો પર ઇઝરાયલી હુમલાઓથી અમેરિકા નારાજ: ઈરાનીઓ સરકારના સમર્થનમાં થઈ જવાનો ડર!

  • World
  • March 9, 2026
  • 0 Comments

Iran War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે પહેલીવાર ગંભીર મતભેદો સામે આવ્યા છે,શનિવારે ઈઝરાયલે એક જ દિવસમાં 30 ઈરાની ઈંધણ ડેપો પર શ્રેણીબદ્ધ હુમલાઓ કર્યા. આ ભયાનક હુમલાઓએ વોશિંગ્ટનને ચોંકાવી દીધું છે અને ચિંતામાં મૂકી દીધું છે. એક અમેરિકન અધિકારીએ કહ્યું કે તેઓ આશ્ચર્યચકિત છે કે આ હુમલાઓ આટલા વ્યાપક હશે. અમેરિકાએ તેને “ભૂલ” ગણાવી છે.

એક્સિઓસના એક અહેવાલ મુજબ ઇઝરાયેલી સૈન્યએ ઇંધણ ડેપો પર હુમલો કરતા પહેલા અમેરિકાને જાણ કરી હતી પરંતુ હુમલાઓનો વિસ્તાર અપેક્ષા કરતા ઘણો મોટો હોવાનું બહાર આવ્યુ છે,એક યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ હુમલાના પાયે આશ્ચર્યચકિત થયા છે અને આ હુમલાને “ખોટો નિર્ણય” ગણાવ્યો છે,એક ઇઝરાયેલી અધિકારીના જણાવ્યા અનુસાર, વોશિંગ્ટનનો સંદેશ કઠોર હતો, તેને “WTF” તરીકે વર્ણવ્યો હતો.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક સલાહકારે કહ્યું, “રાષ્ટ્રપતિને આ હુમલો પસંદ પડ્યો ન હતો,તેઓ તેલ બચાવવા માંગે છે, તેને બાળવા માંગતા નથી,આવા દ્રશ્યો લોકોને વધતી મોંઘવારી અને ગેસોલિનના ભાવની યાદ અપાવે છે.” ઈઝરાયલી સંરક્ષણ દળ (IDF) એ પોતાના વલણનો બચાવ કરતા કહ્યું કે ડેપોનો ઉપયોગ ઇરાની લશ્કરી એકમોને બળતણ પૂરું પાડવા માટે કરવામાં આવતો હતો,ઇઝરાયલે કહ્યું કે આ હુમલો ઇઝરાયલી નાગરિક માળખાને નિશાન બનાવવાનું બંધ કરવા માટેની કમ્મર તોડવાનો ભાગ હતો.

ઇઝરાયલી હવાઈ હુમલા બાદ તેલ ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળ્યા પછી ધુમાડો વાદળો સાથે ભળી જતાં તેહરાનમાં “કાળો વરસાદ” પડ્યો હતો, રાજધાનીમાં આરોગ્ય અને પર્યાવરણીય સંકટ સર્જાયુ હતુ જેથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો, અમેરિકાને ડર છે કે જાહેર માળખાગત સુવિધાઓનો નાશ કરવાથી ઈરાની જનતા સરકારનો વિરોધ કરવાને બદલે તેને ટેકો આપવા માટે પ્રેરિત થશે,ઈરાનના ડેપો સળગાવવાના વીડિયો વૈશ્વિક બજારને ડરાવી શકે છે અને આવા હુમલાઓ તેલ બજારમાં ગભરાટ પેદા કરી શકે છે જેની અસરો શેર માર્કેટ થી લઈ ક્રૂડના ભાવો ઉપર જોવા મળી રહી છે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો ઈરાન બદલામાં ગલ્ફ તેલ સ્થાપનોને નિશાન બનાવશે, તો કિંમતો પ્રતિ બેરલ $200 સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય