
Election Result: ખેડા જીલ્લામાં આચાર સંહિતા ભંગની ફરિયાદ થઈ છે. ખેડાના ચકલાસી પાલિકામાં જીતના ઉત્સાહમાં આવી ભાજપના કાર્યકર્તાઓ અને વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે. વિજેતા ઉમેદવારના સમર્થકોએ રૂપિયા ઉડાડી ઉજવણી કરી હતી.
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર સાથે ઉજવણી
ખેડા જીલ્લામાં મહેમદાવાદ નગરપાલિકામાં વિજય થતાં લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી હતી. સોનાવાલા હાઇસ્કૂલ પાસેના પોસ્ટર હોવાનું અનુમાન છે. વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવારની જીતની ખુશીમાં સમર્થકોએ બેનર સાથે ચૂંટણીની જીતનો ઉત્સાહ મનાવ્યો હતો. લોરેન્સ બિશ્નોઈ પોસ્ટર વાળો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ મામલે મહેમદાવાદ પોલીસે બે યુવકની અટકાયત કરી છે.
આણંદમાં રિકાઉન્ટિંગ સમયે વીજળી ડુલ
બીજી તરફ આણંદની બોરિયાવી પાલિકાના વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા રિકાઉન્ટિંગની માંગ કરવામાં આવી હતી. જોકે, રિકાઉન્ટિંગ સમયે વીજળી ડુલ થતાં મતગણતરી ટૂંક સમય માટે અટકી ગઈ હતી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યનું ચૂંટણી પરિણામ
ગુજરાતમાં 16 ફેબ્રુઆરીએ થયેલા મતદાનની આજે ગણતરી થઈ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું.
આ પણ વાંચોઃ Pregnancy Test: ગુજરાતના આ તાલુકામાંથી ગર્ભપરીક્ષણ કરતી હોસ્પિટલ ઝડપાઈ!, જાગૃત નાગરિકે કર્યો પર્દાફાશ
આ પણ વાંચોઃ Election Result: 1677માંથી 1001 સીટ પર ભાજપની લહેર, આહીં AAPના 13 ઉમેદવારોની જીત







