Kheda Crime: નડિયાદમાં ત્રણનો જીવ લેનાર શિક્ષકનું રિકન્સ્ટ્રક્શન, સોડામાં ઝેર નાખી પાડોશી પર અખતરો કર્યો

Kheda Crime: નડિયાદમાં થયેલા 3 લોકોના મોત મામલે આરોપી શિક્ષક હરિકિશન મકવાણાની ગઈકાલે ધરપકડ કરાઈ છે. ત્યારે આજે તેને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રકશન કરાયું હતુ. આરોપી શિક્ષક મહુધાના સણાલીમાં આવેલી શાળાનો શિક્ષક છે.

9 ફેબ્રુઆરીએ ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં દેશી દારુ કે સોડા પીધા બાદ ત્રણ લોકોની તબિયત લથડી હતી. ત્રણેયની શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેયને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. જેથી સમગ્ર જીલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે પોલીસે કહ્યું હતુ કે જીરા સોડા પીધા બાદ મોત થયા હતા. જ્યારે પરિવારે કહ્યુ હતુ કે દારુ પીધા બાદ થયા હતા. આ બનાવમાં નડિયાદ ટાઉન પોલીસે  ગુનો નોંધ્યો હતો.

ત્યારે ગઈકાલે ઝેર આપનાર પાડોશી શિક્ષકને ઝડપી લેવામાં આવ્યો હતો. મૂકબધિર કનુ ચૌહાણને શિક્ષકે જીરા સાડામાં સોડિયમ નાઇટ્રાઇટ આપ્યું હતુ. આ કનુ ચૌહાણે તેના અન્ય બે મિત્રોને પણ સોડા આપી હતી. જેથી કુલ ત્રણ લોકોના મોત થયા હતા.

ત્યારે આજે આરોપી શિક્ષક હરિકશન મકવાણાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. પોલીસે આરોપી શિક્ષકને ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં આરોપીએ મૂકબધિર વ્યક્તિ પર કેવી રીતે પ્રયોગ કર્યો હતો તે સામે આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે સોડા બોટલ ખરીદી હતી, ઝેર ભેળવવાની પ્રક્રિયા અને સોડા આપવાની સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગતાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

શિક્ષક આપઘાત કરવા લાગ્યો હતો ઝેરી પદાર્થ
હરિકિશન સોડિયમ નાઇટ્રાઇટ પોતે આપઘાત કરવા એમેઝોન પરથી ઓનલાઈન મંગાવ્યું હતુ. આરોપી હનીટ્રેમના કેસમાં ફસાયેલો હતો. જેથી તેને આપઘાત કરવાના વિચાર આવતાં હતા. જો કે તેણે આ ઝેરી પદાર્થનો પહેલા લોકો પર અખતરો કર્યો હતો. કારણે કે તેણે પરિવાર માટે વીમો પકવવો હતો. આપઘાત કર્યો હોત તો વિમો ન પાકત. જેથી સમગ્ર સડયંત્ર રચ્યું હતુ.

આ ત્રણ વ્યક્તિના થયા હતા મોત

યોગેશ ગંગારામ કુશવાહ (ઉ.વ.45, રહે.આઈકોન સોસાયટી, SRP કેમ્પની પાછળ, નડિયાદ),
મૂકબધિર કનુભાઈ ધનાભાઇ ચૌહાણ (ઉ.વ.54, રહે.જલારામનગર સોસાયટી, નડિયાદ)
રવિન્દ્રભાઈ જીણાભાઈ રાઠોડ (ઉ.વ.49, રહે.જવાહરનગર, નડિયાદ)

આ પણ વાંચોઃ ટ્રમ્પની ધમકીઓથી રોષે ભરાયું ચીન: કહ્યું, જો અમેરિકા યુદ્ધ ઇચ્છે છે, તો અમે તૈયાર |US-China Relations

આ પણ વાંચોઃ VADODARA: ધો.7માં ભણતાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાંધો, માતાએ શું હહ્યું હતુ?

આ પણ વાંચોઃ Than: થાન નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર, પાલિકાના 18 સભ્યોની અટકાયત કરાતા વિવાદ

  • Related Posts

    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?
    • December 16, 2025

    Gujarat Politics: ગુજરાતમાં તાજેતરમાં દારૂ અને ડ્રગ્સ મામલે કોંગ્રેસના હલ્લાબોલ બાદ ભાજપના નેતાઓએ અચાનક ચૂપકીદી સેવી લીધી છે અને હમણાં બધી ગતિવિધિઓ જાણે થંભી ગઈ હોય તેમ શાંત પડેલા માહોલ…

    Continue reading
    Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!
    • December 15, 2025

    Rape of a child: સૌરાષ્ટ્રમાં બોટાદ પંથકમાં એક 70 વર્ષના ભાભાએ 14 વર્ષની બાળા ઉપર રેપ કરી ગર્ભવતી બનાવી દીધી અને તેણે બાળકને જન્મ આપ્યાની ઘૃણાસ્પદ ઘટના બાદ હવે ભાવનગરમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

    • December 16, 2025
    • 2 views
    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

    • December 16, 2025
    • 4 views
    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

    BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

    • December 15, 2025
    • 6 views
    BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

    Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

    • December 15, 2025
    • 7 views
    Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

    Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

    • December 15, 2025
    • 16 views
    Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

    FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

    • December 15, 2025
    • 15 views
    FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!