
Kheda Crime: આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ખાખણપુર ગામના 21 વર્ષીય યુવક દિલીપસિંહ ચૌહાણ પર 21 જુલાઈની મધરાતે થયેલા ઘાતકી હુમલાની ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચકચાર મચાવી દીધી છે. ડાકોર પોલીસ સ્ટેશન વિસ્તાર અને ખેડાના ઠાસરા તાલુકામાં આવતાં કંથરાઈ ગામમાં બની છે, જ્યાં દિલીપસિંહ એક યુવતીને મળવા ગયો હતો.
હુમલાખોરે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દિલીપસિંહને ગંભીર રીતે ઘાયલ કર્યો અને ધમકી આપી કે ફરીથી યુવતીને મળવા આવ્યો તો કર્યો તો જીવતો નહીં છોડે. આ ઘટના અંગે ડાકોર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
દિલીપસિંહ ચૌહાણ, જે ખાખણપુર ગામનો રહેવાસી છે, તેની દસ દિવસ પહેલાં કંથરાઈ ગામની અંકિતા ચૌહાણ સાથે વ્હોટ્સએપ દ્વારા ઓળખાણ થઈ હતી. બંને વચ્ચે નિયમિત વાતચીત થતી હતી. 21 જુલાઈની મધરાતે અંકિતાએ દિલીપસિંહને મળવા માટે કંથરાઈ ગામ ખાતે તેના ઘરે બોલાવ્યો હતો. દિલીપસિંહ પોતાના ભાઈની મોટરસાઈકલ લઈને અંકિતાના ઘરે પહોંચ્યો. અંકિતાના ઘરની પાછળના ભાગમાં રાત્રિના શાંત વાતાવરણમાં અચાનક એક અજાણ્યો ઈસમ દોડીને આવ્યો. આ ઘટનાથી ગભરાયેલા દિલીપસિંહે ઝડપથી પોતાની મોટરસાઈકલ તરફ દોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મોટરસાઈકલ ચાલુ ન થઈ. આ દરમિયાન તે નજીકની વાડમાં ઠોકર ખાઈને પડી ગયો. આ તકનો લાભ ઉઠાવી અજાણ્યા હુમલાખોરે તીક્ષ્ણ હથિયાર વડે દિલીપસિંહ પર હુમલો કર્યો. હુમલા દરમિયાન હુમલાખોરે ધમકી આપી કે, “જો તું ફરીથી અંકિતાને ફોન કરશે કે તેનો સંપર્ક કરશે, તો તને જીવતો નહીં છોડું.”
ગંભીર ઈજા અને સારવાર
હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા દિલીપસિંહે તાત્કાલિક પોતાના ભાઈને ફોન કરીને ઘટનાની જાણ કરી અને મદદ માગી. તેનો ભાઈ ઝડપથી ઘટનાસ્થળે પહોંચ્યો અને દિલીપસિંહને સૌપ્રથમ ડાકોરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયો. જોકે, ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને નડિયાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. હાલમાં દિલીપસિંહની હાલત ગંભીર પરંતુ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ ફરિયાદ અને તપાસ
આ ઘટના અંગે દિલીપસિંહે ડાકોર પોલીસ મથકમાં અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હુમલાખોરની ઓળખ હજુ સુધી થઈ નથી, પરંતુ ઘટનાસ્થળની તપાસ અને સ્થાનિક લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, અંકિતા ચૌહાણનું નિવેદન લેવાની પ્રક્રિયા પણ ચાલુ છે, જેથી હુમલાના સંભવિત કારણો અને હુમલાખોરની ઓળખની ચોક્કસ માહિતી મળી શકે. આ ઘટનાએ ખાખણપુર અને કંથરાઈ ગામના રહેવાસીઓમાં ચિંતા અને ચર્ચાનો વિષય બની છે. સ્થાનિક લોકો આ ઘટનાને વ્યક્તિગત અદાવત કે અન્ય કોઈ કારણ સાથે જોડીને જોવા લાગ્યા છે.
આ પણ વાંચો:
Ahmedabad: ‘કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં રોડ તૂટી ગયા’, AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન