
Kheda Viral Video: ખેડા જિલ્લાના ભાજપ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના મત વિસ્તાર મહેમદાવાદના ખાત્રજ ગામમાંનો એક હચમચાવી નાખતો વીડિયો વાયરલ થયો છે. જેમાં રખડતી ગાયોના હુમલામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેના કારણે સ્થાનિક તંત્ર અને પશુપાલકોની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાએ રખડતાં પશુઓની વધતી જતી સમસ્યા અને તેનાથી લોકોના જીવનને થતા જોખમને ફરી એકવાર ઉજાગર કર્યું છે.
ખેડા જિલ્લાના મહેમદાવાદના ખાત્રજ ગામમાં મહિલાને ગાયોએ અડફેટે ચડાઈ
ખાત્રજ ગામમાં દૂધની ડેરી પાસે ઘટના બની
ગામમાં આવેલ દૂધ મંડળીમાં દૂધ લેવા આવેલ મહિલા પર ગાયોને હિંસક હુમલો
ઘાયલ મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં
મોકલી આપવામાં આવીસમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો
Kheda |… pic.twitter.com/hKrqpR6Q67
— Sudarshan ગુજરાત (@SudarshanNewsGJ) September 20, 2025
શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025ની સાંજે ખાત્રજ ગામમાં આવેલી દૂધ મંડળીમાં ઉર્મિલાબેન પૂજાભાઈ વણકર (ઉંમર 45 વર્ષ) દૂધ લેવા ગયા હતા. પરંતુ રોડ પર અચાનક બે રખડતી ગાયો તેમના પર હિંસક રીતે તૂટી પડી. ગાયોએ ઉર્મિલાબેનને શિંગડાં માર્યાં, જેના કારણે તેમનું માથું લોહીલુહાણ થઈ ગયું અને તેમનો એક પગ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. આ હુમલો એટલો ભયાનક હતો કે ઉર્મિલાબેનના પગનું હાડકું છૂટું પડી ગયું. આ ઘટના દરમિયાન આસપાસના લોકો દોડી આવ્યા અને તેમણે તાત્કાલિક ઉર્મિલાબેનને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા. હોસ્પિટલ સૂત્રો અનુસાર, ઉર્મિલાબેનની હાલત ગંભીર હોવા છતાં સ્થિર છે, અને તેમની સારવાર ચાલુ છે. જાણવા મળ્યું છે કે આ યુવતીનો સારવાર ખર્ચ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને ઉઠાવવો પડ્યો છે.
વાયરલ વીડિયો અને લોકોનો રોષ
આ ઘટનાનો એક વીડિયો, જે કદાચ કોઈ સ્થાનિક વ્યક્તિ અથવા સીસીટીવી દ્વારા રેકોર્ડ થયો હતો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઝડપથી ફેલાયો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ગાયો અચાનક હિંસક બનીને ઉર્મિલાબેન પર હુમલો કરે છે, જેના કારણે તેઓ જમીન પર પડી જાય છે. આ દૃશ્યએ ગામના રહેવાસીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભય અને ગુસ્સો ફેલાવ્યો છે. ઘણા લોકોએ આ ઘટનાને સ્થાનિક તંત્ર અને પશુપાલકોની ગંભીર બેદરકારી ગણાવી છે. સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાને લઈને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને રખડતાં પશુઓની સમસ્યાને ઉકેલવા માટે તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા છે.
ગજરાતમાં વારંવાર રખડતાં પશુઓના હુમલા
ખાત્રજ ગામની આ ઘટના એક અલગ ઘટના નથી, પરંતુ ગુજરાત અને સમગ્ર દેશમાં રખડતાં પશુઓની વધતી જતી સમસ્યાનું પરિણામ છે. રખડતાં ઢોર, ખાસ કરીને ગાયો, ગામડાઓ અને શહેરોમાં રસ્તાઓ, બજારો અને જાહેર સ્થળોએ ખુલ્લેઆમ ફરતાં જોવા મળે છે. આ પશુઓ ઘણીવાર અચાનક હિંસક બની જાય છે, જેના કારણે લોકોને ઈજા થાય છે અને કેટલીક વખત જીવલેણ અકસ્માતો પણ થાય છે. ગુજરાતમાં અગાઉ પણ આવી અનેક ઘટનાઓ નોંધાઈ છે, જેમાં રખડતાં ઢોરના હુમલામાં લોકો ઘાયલ થયા છે અથવા મૃત્યુ પામ્યા છે.
આ ઘટનાએ ખાત્રજ ગામમાં ભયનો માહોલ સર્જ્યો છે, ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં. ગામના લોકો હવે દૂધ મંડળી કે જાહેર સ્થળોએ જતા પહેલા ડર અનુભવે છે. ઉર્મિલાબેનની ઝડપી રીકવરી માટે ગામના લોકો અને સમાજ દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે. સાથે જ, આ ઘટનાએ સ્થાનિક તંત્ર પર દબાણ વધાર્યું છે કે તેઓ રખડતાં પશુઓની સમસ્યાને ગંભીરતાથી લઈને તેનો ઉકેલ લાવે.
આ પણ વાંચો:
Kheda: ઘરમાં સૂઈ રહેલી બાળકીને રાત્રે સાપે ડંખ માર્યો, સવારે હોસ્પિટલમાં લઈ ગયા પણ ના બચ્યો જીવ
Banaskantha: બાઈક, ચંપલ અને મોબાઈલ મળ્યાં, થરાદ નર્મદા કેનાલમાં ત્રણથી વધુ લોકો પડ્યાની આશંકા
PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….









