Kheda: દિકરા વગર શું કરવું?, મશીનમાં ખેંચાઈ જતાં યુવાનના અંગો છૂટા પડી ગયા, પરિવારનો વલોપાત, જાણો સમગ્ર ઘટના

  • Gujarat
  • November 11, 2025
  • 0 Comments

Kheda: ખેડા જીલ્લાના મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામ નજીક આવેલી એક કંપનીમાં યુવાનનું કરુણ મોત થઈ ગયું છે. બોઈલર મશીનમાં ખેંચાઈ જતાં શરીરના ફૂરચેફૂરચા થઈ ગયા છે. આ ઘટના ગઈકાલે બપોરે બની હતી. જાણવા મળ્યું છે ઘટના સમયે અંગે 50 ફૂટ દૂર સુધી ઉછળ્યા હતા. યુવકનું મોત થઈ જતાં પરિવાર દુઃખનું આભ ફાટ્યું છે. બીજી તરફ આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી જાણકારી અનુસાર મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામ નજીક એક  શિકાગો બ્લોવર નામની કંપની આવેલી છે. આ કંપનીમાં મહુધાના ધંધોડી ગામનો યુવાન નરેન્દ્ર(ઉ.વ 30) નોકરી કરતો હતો. ગઈકાલે(10 નવેમ્બર, 2025) બપોરે કામ ચાલુ હતુ તે વખતે બોઇલર મશીનમાં ખેંચાઈ જવાના કારણે કરુણ મોત થયું. સહકર્મીઓએ કહ્યું કે યુવાન બોઇલર મશીનની અંદર ખેંચાઈ જતાં શરીરના ટુકડે-ટુકડા થઈ ગયા હતા.

આ ઘટના એટલી ખરાબ હદે બની હતી કે મૃતકના શરીરના અલગ-અલગ ભાગો બોઇલરથી લગભગ 50 ફૂટના અંતર સુધી ઉડ્યા હતા. જેથી સાથે રહેલા મજૂરોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. સાથે સાથે FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જેણે મૃતકના વિખેરાયેલા અંગોને ભેગા કરી તપાસ હાથ ધરી છે.

‘મારા છોકરાના શરીરના અંગ છૂટા પડી ગયા’

બીજી તરફ એકાએક દિકરાના મોતથી પરિવાર પર આભ ફાટ્યું છે. પરિવારમાં માતા-પિતા અને પત્ની છે. સમગ્ર બનાવ બાદ મહેમદાવાદ પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. મૃતકના પિતા ખોડાભાઈએ જણાવ્યું હતું કે, મને ફોન આવ્યો ત્યારે કોઈએ પણ આ ઘટનાની જાણ કરી ન હતી. મશીનમાં કામ કરતી વખતે તે મશીનમાં આવી ગયો હતો પણ તેની માહિતી કોઈએ આપી ન હતી. મારા છોકરાના શરીરના અંગ છૂટા પડી ગયા હતા. હવે મારે જીવનમાં શું કરવું?.

મૃતકના સહકર્મીઓએ કહ્યું બોઇલરમાં અસામાન્ય રીતે હવાના પ્રેશરમાં વધારો થયો હતો, જેના કારણે યુવાન અચાનક ખેંચાઈ ગયો હોવાનું માનવામાં આવે છે. આ દુર્ઘટના કંપનીની સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે. પોલીસદિશામાં પણ તપાસ કરી રહી છે કે શું સુરક્ષાના નિયમોનું પાલનથવાથીદુર્ઘટના થઈ છે.

આ પણ વાંચો:

Kheda: માતરમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો, બૂટલેગર બીજીવાર દારુ વેચાણ કરતો પકડાયો, પોલીસની કામગીરી પર સવાલ

Kheda: કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ ભાજપ સામે બળાપો ઠાલવ્યો, જાણો શું આક્ષેપ કર્યા?

Gujarat Local Election: મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર દારુ ઢીચીને આવ્યો, ચૂંટણી કામગીરીથી દૂર કરાયો

Panchmahal: પંચમહાલમાંથી 2 પ્રેમિકાને લઈ યુવકો મહેમદાવાદ ભાગી ગયા, સંબંધીઓએ ઉઠાવી લાવી બાંધીને માર માર્યો, જાણો સમગ્ર ઘટના

Bihar Election: ‘સુરક્ષાકર્મીઓ કરી રહ્યા છે પક્ષપાત’, પપ્પૂ યાદવનો મતદાન કર્યા પછી આરોપ, ચૂંટણી અધિકારીએ શું કહ્યું?

Related Posts

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 6 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 8 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 10 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 15 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 9 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા