
Kheda Oil Tanker Accident: ખેડા જીલ્લામાં આજે એક તેલ ભરીને જતાં ટેન્કરને અકસ્માત થયો છે. ગાંધીનગરથી નડિયાદ જતું પામોલિન તેલ ભરીને ટેન્કર ખેડા નજીક પલટી જતાં લોકોએ તેલ લેવા પડાપડી કરી હતી. તેલ ભરી ભરીને લોકો લઈ ગયા હતા. આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી.
મળતી જાણકારી અનુસાર આજે ખેડા નજીક પામોલિન તેલ ભરેલું ટેન્કર પલટી ગયુ હતુ. ટેન્કર ગાંધીનગરમાંથી તેલ ભરીને નડિયાદ આવવા નીકળ્યું હતુ. જો કે એકાએક ટેન્કરચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં પલટી ગયું હતું. 32 ટન પામોલિન તેલની હાઇવે પર રેલમછેલ થતાં આસપાસના લોકો ડોલ, કેરબા સહિત વાસણો લઈને અકસ્માત સ્થળે તોડી ગયા હતા અને તેલ ભરીને ઘરે લઈ ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ટેન્કર ચાલકે શું કહ્યું?
ટેન્કર પલટી જતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટેન્કર ચાલક ભજનલાલે જણાવ્યું હતું કે હું મારી રીતે ટેન્કર ચલાવીને આવતો હતો, એ દરમિયાન અચાનક ઢોર આવી જતાં ગાડી અસંતલિત થઈ જતાં પલટી મારી ગઈ. ટેન્કરમાં 32 ટન પામોલિન ઓઇલ ભરેલું હતું, જે નડિયાદમાં ખાલી કરવાનું હતું.
આ પણ વાંચો:
Kheda: નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસમાં વિકરાળ આગ, પાવાગઢથી બાવળા જતી હતી
Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?
Gujarat Politics: CM ભૂપેન્દ્ર પટેલ સિવાય તમામ 16 મંત્રીઓના રાજીનામા, આવતીકાલે નવું મંત્રીમંડળ બનશે
Gujarat Politics: ભાજપમાં અસંતોષની આગ વધુ પ્રસરી, મંત્રી મંડળના વિસ્તરણ પહેલા જ બે નેતાઓના રાજીનામા
Bhavnagar: વાઘદરડા ગામમાં સિંહનું ટોળું ઘૂસતાં લોકોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો








