Kheda: નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસમાં વિકરાળ આગ, પાવાગઢથી બાવળા જતી હતી

  • Gujarat
  • October 15, 2025
  • 0 Comments

Kheda News: નડિયાદ-આણંદ રોડ પર આવેલા ભૂમેલના રેલવે બ્રિજ પાસે મોડી રાત્રે એક લક્ઝરી બસમાં ભભૂકી ઉઠતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ડ્રાઈવરે સૂચકતા દાખવી તમામ મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. લક્ઝરી બસમાં 20થી 25 મુસાફરો સવાર હોવાનું કહેવાઈ છે. તમામના જીવ બચી ગયા છે. આ ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળ્યો છે. જોકે આખી લક્ઝરી બસ સળગી જતાં ભારે નુકસાન થયું છે.

મળતી જણાકરી અનુસાર ગત મોડી રાત્રે એક બસ પાવાગઢથી બાવળા જતી હતી. તે દરમિયાન નડિયાદ-આણંદ રોડ આવેલા ભૂમેલ નજીક રેલવે ઓવરબ્રિજ પાસે એકાએક લક્ઝરી બસમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી તાત્કાલિક તમામ મુસાફરોને ઉતારી દીધા હતા. જેથી કોઈ જાનહાનિ થઈ નથી. જો કે લક્ઝરી બસ બળીને રાખ થઈ ગઈ છે.

ઘટનાની આણંદ અને નડિયાદ ફાયર વિભાગની ટીમને કરાઈ હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યુ નથી. ​​​​​​​નડિયાદ ફાયરબ્રિગેડના ફાયર ઑફિસર દીક્ષિત પટેલે જણાવ્યું કે ઘટના સ્થળેથી આણંદ ફાયરબ્રિગેડના કોલ કરાયો હતો. જે બાદ 112 દ્વારા નડિયાદ ફાયરબ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જ્યાં જતા બસમાં 20થી 25 લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ લક્ઝરી બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે. જો ડ્રાઈવરે સમયસૂકતા ના વાપરી હોત તો મોટી જાનહિની થઈ શકી હોત.

રાજસ્થાનમાં બસમાં આગ લાગતાં 20 મુસાફરોના મોત

બીજી તરફ મંગળવારે રાજસ્થાનના જેસમેરમાં ચાલતી બસમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં અત્યાર સુધી 20 લોકોના મોત થઈ ગયા છે.  જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક ખાનગી બસમાં અચાનક આગ લાગી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે થોડીવારમાં જ બસ આગની લપેટમાં આવી ગઈ. ઘટના સમયે બસમાં 57 લોકો સવાર હતા. ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ. ગ્રામજનો અને રાહદારીઓની ઉપસ્થિતિએ અનેક મુસાફરોના જીવ બચાવ્યા હતા.

આ પણ વાંચો:

Jaisalmer Fire News: જેસલમેરમાં દુઃખદ અકસ્માત, ચાલતી બસમાં આગ લાગી; 15 મુસાફરો બળીને ભળથું, કુલ 57 લોકો હતા સવાર

Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો

Nadiad: નડિયાદમાં એરગનથી હવામાં ફાયરિંગ કરી રોકડ ભરેલી બેગ માગી, પછી શું થયું?

City bus demand: નડિયાદમાં ધૂળ ખાતી સીટી બસો શરૂ કરવા પશ્ચિમ નાગરિક સમિતિની માંગ, કોના બહેરા કાન?

Nirav Soni Arrest: નડિયાદમાં 1 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર નીરવ સોની પોલીસ સકંજામાં, બે દિવસના રિમાન્ડ પર, મહિલાને આ રીતે છેતરી!

 

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 7 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી