Ahmedabad: મેટ્રોનું એક કિલોમીટરનું સરેરાશ ભાડું રૂ.1,  રોજની દોઢ લાખ મુસાફરી

  • Gujarat
  • October 15, 2025
  • 0 Comments

-દિલીપ પટેલ

Ahmedabad: અમદાવાદ મેટ્રોમાં 1 લાખ 50 હજાર મુસાફરો રોજના પ્રવાસ કરી રહ્યા છે. શરૂ થઈ ત્યારથી ઓક્ટોબર 2025 સુધીમાં મેટ્રોમાં કુલ 10 કરોડ 38 લાખ મુસાફરો આવ્યા છે.  ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની ટ્રેન 99.84 ટકા સમયસર દોડે છે.

અમદાવાદ મેટ્રો રેલનો પ્રથમ તબક્કો નવેમ્બર 2014માં કામ શરૂ થયું અને માર્ચ 2019માં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી 5.5 કિમીનો પ્રથમ ભાગ શરૂ થયો હતો.

2022માં 32 કિમીની ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતી લાઈન શરૂ થઈ હતી. બીજા તબક્કામાં ગુજરાતના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદને જોડતો 28.2 કિમીનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો.

મોટેરાથી સેક્ટર- 1 અને GIFT City સુધીનો ભાગ સપ્ટેમ્બર 2024માં શરૂ થયો હતો. સચિવાલય સુધીનો ભાગ એપ્રિલ 2025માં ખુલ્લો મુકાયો હતો. હવે અમદાવાદથી મહાત્મા મંદિર સુધીનો માર્ગ શરૂ થઈ જતા કુલ 68 કિ.મી.ની મેટ્રો રેલ બની જશે. જેમાં 54 રેલ મથક છે. ભારતના 6.8 ટકા મેટ્રો ગુજરાતમાં છે.

મેટ્રોનું ભાડું રૂ. 5થી રૂ. 40 સુધીનું છે. એક કિલોમીટર સરેરાશ રૂ. 1નું ભાડું વસુલ કરે છે. મુસાફરોની સુરક્ષા માટે મેટ્રો ટ્રેનોમાં કમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કન્ટ્રલ (CBTC) સિસ્ટમ, ફાયર અલાર્મ, સર્વેલન્સ કેમેરા અને ટનલ વેન્ટિલેશન જેવી તકનીકો છે. ડાયમંડ સિટી સુરતમાં 40.35 કિમી લાંબી મેટ્રો લાઇન બની રહી છે.

ભારતમાં શું સ્થિતિ?

ભારતમાં મેટ્રો રેલની કુલ લંબાઈ 1,000 કિલોમીટર છે. ચીન અને યુએસ પછી ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલ નેટવર્ક ધરાવતો દેશ છે. 2014માં 248 કિલોમીટર મેટ્રો હતી. 11 રાજ્યોના 23 શહેરોમાં મેટ્રો છે.

દિલ્હી મેટ્રોનું ભાડું
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનું ભાડું ઓગસ્ટ 2025માં સામાન્ય દિવસોમાં ભાડાના દરો  0-2 કિમી સ્લેબ માટે રૂ. 11 છે.   12-21 કિમી વચ્ચેની મુસાફરી માટે ભાડુ રૂ. 43 છે. 21-32 કિમી સ્લેબ માટે ભાડું રૂ. 54 છે. 32 કિમીથી વધુની મુસાફરી માટે સૌથી વધુ ભાડું રૂ. 64 છે.

મુંબઈ
મુંબઈમાં રિલાયંસ મેટ્રોનું ભાડું રૂ.10થી 40 છે. મહિનાના પાસનું ભાડું રૂ. 775થી 1375 છે.

બેંગલુરુ
બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL) અનુસાર, બે કિલોમીટર સુધીની મુસાફરી માટે લઘુત્તમ ભાડું રૂ.10 અને 25 કિલોમીટરથી વધુ લાંબી મુસાફરી માટે રૂ. 90 ભાડું છે.

હૈદરાબાદ
હૈદરાબાદ મેટ્રો રેલમાં ભાડું બે કિલોમીટર સુધી રૂ. 11 અને 24 કિલોમીટર સુધીનું ભાડું રૂ. 65 છે.

આ પણ વાંચો:

Ahmedabad: ચૂંટણી આવી એક સાથે બે મોટી યોજના લાવી, બોપલ, સનાથલ, નરોડા સુધી મેટ્રો રેલ નંખાશે

Ahmedabad: બે વર્ષથી ખોટ ખાતી મેટ્રોએ રૂ. 239 કરોડનો નફો કેવી રીતે કર્યો?

અમદાવાદ મેટ્રો ટ્રેન કોરિડોર: પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ માર્ગોની ભવ્ય યોજના, રૂ. 700 કરોડનો અંદાજિત ખર્ચ | Ahmedabad

Panchmahal: ગોધરામાં મોટી દુર્ઘટના થતી રહી ગઈ, રેલવેનો 25 હજાર કેવી રેલવે વીજ કેબલ તૂટી પડ્યો

UP: 11 વર્ષની બાળકીને ઘરે ઉઠાવી જઈ દુષ્ટકૃત્ય આચરવાનો પ્રયાસ, ચીસો પાડતાં લોકો દોડી આવ્યા પછી….

 

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 5 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 9 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 12 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો