
Kodinar Election: ગીર સોમનાથ જીલ્લામાં ચૂંટણી પહેલા રાજકીય ધાંધલ જોવા મળી છે. કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે તું તુ મેં મેં થઈ છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ ફૂકાઈ ચૂક્યા છે. ત્યારે ફોર્મ ભરાયા બાદ આજે કોડીનાર નગરપાલિકાની ચૂટણી માટે ભરેલા ફોર્મની ચકાસણી થઈ હતી. તે દરમિયાન ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ થઈ છે. ભાજપના માજી સાંસદ દીનું સોલંકી, પૂર્વ પ્રમુખ શિવા સોલંકી અને કોંગ્રેસના માનસિંગ ડોડીયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસ અને પ્રાંત અધિકારીની હાજરીમાં એક બીજા પર હુમલો કરવાના પ્રયાસ કર્યા હતા.
આરોપ છે કે વોર્ડ 3ના કોંગ્રેસના ઉમેદવારનું ભાજપે ફોર્મ રદ્દ કરાવવા પ્રાયસ કર્યો હતો. જો કે ચૂંટણી અધિકારીએ ફોર્મ માન્ય રાખતા મામલો બીચકયો હતો. સમગ્ર બબાલનો વિડિયો પણ સામે આવ્યો છે. ચૂંટણી પ્રારંભે જ વાતાવરણ ડોહળાતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જુઓ વિડિયો
આ પણ વાંચોઃ Gujarat Politics: ‘નીતિનભાઈની વાત સાચી, ભાજપના કેટલાક હોદ્દેદારો દલાલ?’, સાંભળો ઈસુદાને વધુમાં શું કહ્યું?
આ પણ વાંચોઃ Arrest YouTuber: દ્વારકામાં મંદિર પર ડ્રોન ઉડારનાર યુટ્યુબરની પોલીસે કરી ધરપકડ, જુઓ વિડિયો