‘ગુજરાત યુનિ.ના B.COMનું પેપર વેચવાનો પ્રયત્ન’: વોટ્સએપ ચેટ વાઈરલ,

  • Gujarat
  • February 3, 2025
  • 0 Comments

Gujarat University B.COM paper sell: ગુજરાતમાં અનેકવાર પેપર ફૂટવાની ઘટનાઓ અને પેપર સાથે છબરડાના કિસ્સા બહાર આવતાં હોય છે. ત્યારે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાંથી વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે.

ગુજરાત યુનિવર્સિટીના B.COM (ઈંગ્લીશ મીડિયમ) સેમેસ્ટર-1ના પેપરને વેચવાનો પ્રયાસ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ NSUIએ કર્યો છે. પેપર ખરીદ-વેચાણ માટે વિદ્યાર્થીઓના બનેલા વોટ્સએપ ગ્રુપની ચેટ પણ NSUIએ જાહેર કરી છે અને જે વિદ્યાર્થી દ્વારા પેપર આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેને ઝડપી તપાસની માગ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં જે વોટ્સએપ ચેટ વાઈરલ થઈ છે તેમાં એક વિદ્યાર્થી અન્યને ઓફર કરી રહ્યો છે કે, જો પેપર પ્રમાણે ન પૂછાય તો પૈસા પાછા. 100 વિદ્યાર્થીઓ ભેગા મળી 300-300 રૂપિયા આપે તો એક પેપર આપવાની વિદ્યાર્થી ઓફર કરી રહ્યો છે. ત્યારે યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું કે, અમને ફરિયાદ મળશે તો અમે કાર્યવાહી કરીશું.

ગુજરાત યુનિવર્સિટીનું પેપર લીક કરીને વેચવાનો પ્રયાસ? NSUIએ ચેટ વાયરલ કરીને કર્યા આક્ષેપ, કુલપતિએ આપી પ્રતિક્રિયા 2 - image

 

NSUIએ આક્ષેપ કર્યો છે કે, ગાંધીનગરમાં રહેતા એક યુવકે વોટસએપમાં એક ગ્રુપ બનાવ્યું હતું. જેમાં ગુજરાત યુનિવર્સિટીના બીકોમ સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓને એડ કર્યા હતા.1 ફેબ્રુઆરીથી શરૂ થયેલી પરીક્ષાના એકાઉન્ટ્સના પેપર ગ્રુપમાં વેચવાનું જણાવ્યું હતું. આ પેપર એક વિદ્યાર્થી દીઠ 300 રૂપિયામાં આપવાનું હતું. 100 વિદ્યાર્થીઓ થાય તો જ પેપર આપવાનું હતું એટલે કે કુલ 30 હજારમાં પેપર વેચવાનું હતું પરંતુ 60 લોકોએ જ પૈસા આપતા 18 હજાર રૂપિયા લીધા હતા.

NSUI દ્વારા વોટસએપ ગ્રુપના ચેટના ફોટો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યા છે જેમાં યુવકે પેપર અંગેના મેસેજ કર્યા છે.પ્રથમ પેપર માટે 30 હજાર ત્યારબાદ બીજા પેપર માટે ડબલ પૈસા થશે તેવી વાતચીત પણ કરી હતી.આ ઉપરાંત એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે જેમાં પેપર વેચવાનું હોવાનું યુવક જણાવી રહ્યો છે.

NSUI ના નેતા દક્ષ પટેલે જણાવ્યું હતું કે સરકારી ભારતીના પેપર લીક થતા હવે ગુજરાત યુનિવર્સિટીના પેપર પરીક્ષા અગાઉ વેચાઈ રહ્યા છે.કોઈ યુવક આ રીતે વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરીને પેપર પૈસાથી વેચી રહ્યો છે.યુવકને પકડવામાં આવે તો મોટા માથાઓના નામ પણ સામે આવી શકે છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે આ અંગે અમને ફરિયાદ મળશે તો અમે કાર્યવાહી કરીશું.

 

 

 

 

આ પણ વાંચોઃ Producer KP Choudhary: રજનીકાંતની ‘કબાલી’ના નિર્માતાનું મોત, લટકતો મૃતદેહ મળ્યો

  • Related Posts

    Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
    • August 4, 2026

    Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

    Continue reading
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
    • August 2, 2026

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

    • August 4, 2026
    • 6 views
    Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

    Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

    • August 4, 2026
    • 5 views
    Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

    Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

    • August 4, 2026
    • 7 views
    Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

    Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

    • August 4, 2026
    • 9 views
    Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

    • August 4, 2026
    • 7 views
    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

    Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

    • August 4, 2026
    • 10 views
    Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ