
New Delhi Railway Station Stampede: શનિવારે મોડી રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 13 અને 14 પર એકાએક ભાગદોડ મચી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાગદોડમાં 18 લોકોના મોત થયા છે. જ્યારે 25 થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઘણા ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ લોકો પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમેળામાં જવા નીકળ્યા હતા.
આ ઘટના પ્લેટફોર્મ નંબર 13/14 પર રાત્રે 9.30 વાગ્યે બની હતી, જ્યારે મુસાફરો પ્રયાગરાજ તરફ જતી બે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ ટ્રેનો આવી ન હતી, જેના કારણે પ્લેટફોર્મ પર મુસાફરોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
વારાણસી જતી શિવગંગા એક્સપ્રેસ પ્લેટફોર્મ પર ઉભી હોવાથી તેના મુસાફરો પણ પ્લેટફોર્મ પર પહોંચવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં ભીડ વધી ગઈ અને ભીડને કાબૂમાં રાખવાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ધક્કા-મુક્કી શરૂ થઈ અને અચાનક નાસભાગ મચી ગઈ. જેના કારણે કેટલાક લોકો પ્લેટફોર્મ પર પડી ગયા અને ભીડમાં કચડાઈ ગયા.
આ ઘટના બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. રેલવેએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. જ્યારે LNJP હોસ્પિટલના મુખ્ય ઇમરજન્સી મેડિકલ ઓફિસરે 15 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આમાં 10 મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. જોકે, બાદમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ વધુ ત્રણ લોકોના મોત થયા.
રેલ્વે મંત્રીએ શું કહ્યું?
કેટલાક ઘાયલોને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં પણ લઈ જવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દિલ્હી પોલીસ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભીડને અચાનક ઓછી કરવા માટે ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે બંને પ્લેટફોર્મ પર ભારે ભીડ હતી, જેના કારણે કેટલાક લોકો બેભાન થઈ ગયા હતી. આ પછી ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.
CM યોગીએ દુઃખ વ્યક્ત કર્યું
યુપીના મુખ્યમંત્રીએ ભાગદોડથી થયેલા મોતથી દુઃખી છે. સીએમ યોગીએ કહ્યું – નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલા અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. શોકગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદનાઓ છે. હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માઓને શાંતિ આપે, શોકગ્રસ્ત પરિવારોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સજા થાય.
આ પણ વાંચોઃ Gujarat Election: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન, 18 તારીખે થશે મતગણતરી
આ પણ વાંચોઃ મહાકુંભમાં લાગી ભીષણ આગ, નોટો ભરેલાં 2 થેલાં સળગીને થયાં ખાખ (જુઓ Video)







