
- ‘જીવન નિષ્કલંક હોવું…’ દિલ્હી પરિણામો વચ્ચે કેજરીવાલ પર બોલ્યા અન્ના હજારે
દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલી રહી છે અને અત્યાર સુધી મળેલા વલણોમાં ભાજપ રાષ્ટ્રીય રાજધાનીમાં સરકાર બનાવતી દેખાય છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ સમાપ્ત થતું દેખાઇ રહ્યું છે. દિલ્હી ચૂંટણીના વલણોમાં આમ આદમી પાર્ટીના ખરાબ પ્રદર્શન પર સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું, “મેં હંમેશા કહ્યું છે કે ઉમેદવારનું વર્તન, તેના વિચારો શુદ્ધ હોવા જોઈએ. તેના જીવન પર કોઈ ડાઘ ન હોવો જોઈએ. સારા ગુણો મતદારોનો વિશ્વાસ વધારે છે. મેં તેમને (કેજરીવાલ) આ બધું કહ્યું પણ તેમણે તેના પર ધ્યાન આપ્યું નહીં. તેમણે દારૂ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેઓ સત્તાથી ખુશ હતા.”
#WATCH रालेगण सिद्धि (महाराष्ट्र): दिल्ली विधानसभा चुनाव के नतीजों पर समाज सेवक अन्ना हजारे ने कहा, “…लोगों ने नई पार्टी पर विश्वास किया था। लेकिन आगे चलकर शराब की दुकान बढ़ाने के कारण उसकी(अरविंद केजरीवाल) छवि खराब होने लगी। निस्वार्थ भाव से जनता की सेवा ही भगवान की पूजा होती… pic.twitter.com/ViZzBbHWA7
— ANI_HindiNews (@AHindinews) February 8, 2025
અણ્ણા હજારેએ કહ્યું કે જો કોઈ ઉમેદવારમાં આ ગુણો હોય – શુદ્ધ વિચારો, નિષ્કલંક જીવન, જીવનમાં બલિદાન – તો મતદારોને વિશ્વાસ હોય છે કે તે તેમના માટે કંઈક કરશે. હું વારંવાર કહેતો રહ્યો પણ તે તેમના (કેજરીવાલ) ધ્યાનમાં ન આવ્યું.
#WATCH | Celebration erupts outside BJP’s office in Delhi as Election Commission trends of #DelhiElectionResults show the party’s return to the national capital with a two-third majority pic.twitter.com/6pasiDy2Ui
— ANI (@ANI) February 8, 2025
આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોનો દિવસ છે. શરૂઆતના વલણોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ હતી. 11 જિલ્લાના 19 કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે. રાજધાનીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. કુલ 60.54 ટકા મતદાન થયું હતું.
આ પણ વાંચો- દિલ્હી ચૂંટણી પરિણામ: મનીષ સિસોદિયા-અરવિંદ કેજરીવાલની હાર; BJP મોટી જીત તરફ