
Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં વારંવાર આગ ભભૂકી રહી છે. છેલ્લા એક મહિનામાં અહીં પાંચમી વખત આગ ભભૂકી ઉઠી છે. આ વખતે મહા કુંભ મેળા વિસ્તારના સેક્ટર 8 માં આગ લાગી છે.
માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ ઘણી મોટી હતી, જોકે હવે તેને કાબૂમાં લેવામાં આવી છે.
તાજેતરની ઘટનાની માહિતી મળ્યા બાદ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આગ કલ્પવાસીઓ દ્વારા ખાલી કરાયેલા તંબુઓમાં લાગી હતી. આ આગ ઘણી મોટી હતી અને ઝડપથી ફેલાઈ રહી હતી. જોકે, ફાયર બ્રિગેડે કોર્ડન કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
મેળામાં ઘણીવાર લાગી ચૂકી છે આગ
મહાકુંભમાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ મેળા વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ ઘણી વખત આગ લાગી છે. મહાકુંભની શરૂઆતના 7મા દિવસે આગની પહેલી ઘટના બની હતી. તે ઘટના સેક્ટર 19 માં બની હતી. તે વખતે ઘણા તંબુ બળી ગયા અને ઘણા સિલિન્ડર પણ ફાટ્યા હતા. ત્યારબાદ, 9 ફેબ્રુઆરીના રોજ, સેક્ટર 9માં રહેતા કલ્પવાસીઓના તંબુમાં સિલિન્ડર લીકેજ થવાને કારણે આગ લાગી હતી. 13 ફેબ્રુઆરીએ બે અલગ અલગ સ્થળોએ આગ લાગવની ઘટના ઘટી હતી. આ સિવાય પણ 5થી વધુ આગની ઘટનાઓ બની ચૂકી છે.
આ પણ વાંચોઃ ખતરામાં Monalisa! હિરોઈન બનાવવા લઈ ગયેલા ડાયરેક્ટરના કાળા કારનામાં આવ્યા બહાર
આ પણ વાંચોઃ Surat: નવરાત્રીમાં મિત્ર પાસેથી સગીરાને ઢસડી જઈ દુષ્કર્મ ગુજારનાર બે શખ્સો દોષિત, કોર્ટ સજા સંભળાવશે!