
Surendranagar News : સુરેન્દ્રનગરના વઢવાણમાં મહારાણા પ્રતાપની મૂર્તિ ખંડિત કરતાં ક્ષત્રિય સમાજ સહિતાના લોકોમાં રોષ ભભૂક્યો છે. આરોપીઓને તાત્કાલિક પકડી કાર્યવાહી કરવા માગ કરાઈ છે.
મંગળવારે(27 મે) વઢવાણ ધોળીપોળના પુલના છેડે આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવતાં લોકોમાં રોષ ભભૂક્યો. અસામાજિક તત્ત્વો દ્વારા મહારાણાની પ્રતિમાના હાથનો એક પંજો તોડી નાખવામાં આવ્યો છે. તેમજ પ્રતિમામાં રહેલો ભાલો ચોરી ફરાર થઈ ગયા છે.
આ અંગેની જાણ થતાં ક્ષત્રિય સમાજના હોદ્દેદારો, આગેવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસે પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પ્રતિમા પાસેથી બે મોટા પથ્થરો પણ મળી આવતા અસામાજીક તત્વો દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને ઈરાદાપૂર્વક ખંડિત કરી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
આ ઘટનાથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને પ્રતિમા ખંડિત કરનાર શખ્સોને ઝડપી પાડી કડક અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો ગંભીરાતતી આરોપી સામે પગલા નહીં લેવામાં આવે તો ક્ષત્રિય સમાજે વિરોધની ચીમકી ઉચ્ચારી છે. સીસીટીવી કેમેરાના આધારે પ્રતિમા તોડનાર શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
8 વર્ષ પહેલા પ્રતિમા સ્થાપિત કરાઈ હતી
મહારાણા પ્રતાપની પ્રતિમા 8 વર્ષ પહેલા ધોળીપોળ બાજુ જૂના પુલના છેડે બસ સ્ટેન્ડ પાસે વઢવાણ નગરપાલિકા દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાએ અવાનવાર ક્ષત્રિય સમાજ સહિતના લોકો દ્વારા ફૂલહાર સાથે કાર્યક્રમો પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો:
Valsad: વાપીમાં ભયંકર હુમલો, એક શખ્સે પગ નીચે દબાવ્યો, બીજાએ ઉપરથી પથ્થર છોડ્યા
Thasra: કાલસરમાં પત્ની ભગાડી જવા બાબતે પૂર્વ પતિનો છરાથી હુમલો, બે લોકો ગંભીર
Gujarat માં કોરોના કેસમાં ચિંતાજનક વધારો, અમદાવાદમાં 17 નવા કેસ
Bihar: ઘોડો માનવીય ચાલબાજીમાં ફસાયો, હવે શું થશે?
Abortion Scam Bavla : દવાખાનામાં નહીં ગેસ્ટહાઉસમાં ગર્ભપાતનું કૌભાંડ, નર્સની ધરપકડ
સોનુ સૂદે બરફીલા પહાડમાં બાઇક ચલાવી ભૂલ કરી, હવે હિમાચલ પોલીસે કરી કાર્યવાહી | Sonu Sood
MP: ‘વીડિયો મારો નથી, કાર પણ વેચી દીધી…’, હાઇવે પર મહિલા સાથે સેક્સ માણનારા નેતાનું નિવેદન
MP: ‘વીડિયો મારો નથી, કાર પણ વેચી દીધી…’, હાઇવે પર મહિલા સાથે સેક્સ માણનારા નેતાનું નિવેદન
ભાજપા નેતાએ હાઈવે પર જ નગ્ન મહિલા સાથે શારીરિક સંબંધ બાધ્યા, પોલીસે શું કહ્યું? | Manohar Lal Dhakad
Rajkot: ધોરાજીમાં રોડ ઓળંગતી 21 વર્ષિય યુવતીને બોલેરોચાલકે કચડી નાખી
Amul દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો, દાણના ભાવમાં પણ ઘટાડો
Gujarat: જામનગરમાં સાત લોકોને થયો કોરોના, સુરત અને બનાસકાંઠામાં પણ નોંધાયા કેસ