Maharashtra: શરમજનક ! બે છોકરીઓ સાથે છેડતી કરનાર આરોપીનું હીરોની જેમ સ્વાગત, સમર્થકોએ પીડિતાના ઘરની બહાર ફટાકડા ફોડ્યા

  • India
  • July 23, 2025
  • 0 Comments

Maharashtra: મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં, બે છોકરીઓની છેડતી કરવા બદલ જેલમાં બંધ એક વ્યક્તિને જામીન મળ્યા બાદ તેનું હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો છે.

છેડતીના આરોપીનું હીરોની જેમ સ્વાગત

ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ , આરોપીની ઓળખ રોહિત ઝા તરીકે થઈ છે. જાણવા મળ્યું છે કે ઉલ્હાસનગરમાં ઝાનું તેમના સમર્થકોએ ભવ્ય રેલી સાથે સ્વાગત કર્યું હતું. આ વાયરલ ક્લિપમાં રોહિત ઝાના સમર્થકો ફરિયાદીના ઘરની બહાર ફટાકડા ફોડતા દેખાય છે.

 પોલીસે આરોપી અને તેના છ સમર્થકો સામે કેસ નોંધ્યો

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ, પોલીસે આરોપી અને તેના છ સમર્થકો સામે કેસ નોંધ્યો છે. એવું કહેવાય છે કે ઝા આ વર્ષે 27 એપ્રિલે બે છોકરીઓને બળજબરીથી તેમના ઘરમાંથી બહાર લઈ ગયા હતા. તેમણે અને તેમના સમર્થકોએ છોકરીઓને માર માર્યો હતો અને તેમના કપડાં પણ ફાડી નાખ્યા હતા. આ ઘટના બાદ, ઝાની છેડતીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. તેને શનિવાર, 19 જુલાઈના રોજ જામીન આપવામાં આવ્યા હતા. ત્યારે જામીન પર છુટ્યા બાદ પણ આરોપીની નફ્ફટાઈ જોવા મળી હતી.

મહારાષ્ટ્રમાં ગુનેગારોને કાયદાનો ડર નહીં 

જાણે કે તે કોઈ સારુ કામ કરીને આવ્યો હોય તેવી રીતે તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ સમર્થકોની ગંદી માનસિકતા છતી કરે છે. આ દર્શાવે છે મહારાષ્ટ્રમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો.

આ પણ વાંચો:  

Related Posts

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહેશે!
  • April 18, 2026

Narendra Modi: હાલમાં દેશમાં આવી રહેલી ચુંટણીઓ દરમિયાન ભાજપ મહિલા અનામતનો મુદ્દો છેડીને વિપક્ષને વિલન ચિતરી તેનો ફાયદો મેળવી શકે છે,મતલબ જો બિલ પાસ થઈ જાય તો પણ ફાયદો અને…

Continue reading
Parliament Session: લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ નામંજૂર
  • April 17, 2026

Parliament Session: કેન્દ્રમાં મોદી સરકારના 12 વર્ષના કાર્યકાળમાં પ્રથમવાર લોકસભામાં 17 એપ્રિલ 2026ના રોજ 131મું બંધારણ સુધારા બિલ 2026 જરૂરી બે તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IRGC: ઈરાનમાં IRGCનો કબ્જો! નવા લીડર મોજતબાની હયાતી મામલે ઉઠયા સવાલો! હવે શું દુનિયામાં મોટું આર્થિક સંકટ તોળાશે!

  • April 19, 2026
  • 4 views
IRGC: ઈરાનમાં IRGCનો કબ્જો! નવા લીડર મોજતબાની હયાતી મામલે ઉઠયા સવાલો! હવે શું દુનિયામાં મોટું આર્થિક સંકટ તોળાશે!

BJP: ભાજપે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો સહારો લીધો પણ કોમેન્ટમાં લોકો કરી રહયા છે વિરોધ!

  • April 18, 2026
  • 4 views
BJP: ભાજપે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો સહારો લીધો પણ કોમેન્ટમાં લોકો કરી રહયા છે વિરોધ!

Dhandhuka News: ધંધુકામાં વધુ એક ભરવાડ યુવાનની હત્યા થતાં બે કોમના ટોળાં રસ્તા ઉપર ઉતર્યા! વાહનો-દુકાનોમાં આગચંપી! ધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાયું

  • April 18, 2026
  • 5 views
Dhandhuka News: ધંધુકામાં વધુ એક ભરવાડ યુવાનની હત્યા થતાં બે કોમના ટોળાં રસ્તા ઉપર ઉતર્યા! વાહનો-દુકાનોમાં આગચંપી! ધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાયું

W.Bengal: બંગાળમાં મોદી-શાહની જોડી મમતાના ગઢમાં ગાબડું પાડી શકશે ખરી? સ્થાનિક લોકો શુ કહે છે? જુઓ વિડીયો

  • April 18, 2026
  • 16 views
W.Bengal: બંગાળમાં મોદી-શાહની જોડી  મમતાના ગઢમાં ગાબડું પાડી શકશે ખરી? સ્થાનિક લોકો શુ કહે છે? જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યુ, અમેરિકાએ કરારનું ઉલ્લંઘન કર્યાનો લગાવ્યો આરોપ

  • April 18, 2026
  • 11 views