UP Crime: મિત્રની સાળીને પ્રેમજાળમાં ફસાવી, અશ્લિલ ફોટા પાડી લીધા, મળવા બોલાવતાં જ આપઘાત, જાણો વધુ

  • India
  • July 18, 2025
  • 0 Comments

UP Kanpur suicide: ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને વાંચી તમારુ હૃદય પણ કંપી ઉઠશે. જાણવા મળ્યું છે કે અહીં એક યુવકે તેના એક મિત્રને ચેલેન્જ આપી હતી. પછી તેની સાળીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે તેના મિત્રની સાળીના અશ્લીલ ફોટા પાડ્યા અને વીડિયો બનાવ્યા. આ પછી તેણે છોકરીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતુ. આરોપીએ યુવતીને બળજબરીથી પોતાની પાસે બોલાવવાનું શરુ કર્યું હતુ. જ્યારે યુવતીએ ના પાડી ત્યારે વીડિયો અને ફોટા વાઈરલ કરી દીધા, જેથી મહિલા ખૂબ આઘાતમાં સરી પડી હતી. આરોપી યુવકની આ  હરકતોથી કંટાળીને યુવતીએ અંતે આપઘાત કરી લીધો. આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

જાણો સમગ્ર મામલો

પ્રાપ્ત માહિતી અનુસાર કાનપુરના રાવતપુરમાં રહેતા એક યુવકની પત્ની બાળકને જન્મ આપવાની હતી. તેણે તેની સાળીને મદદ માટે બોલાવી હતી. આ દરમિયાન તેનો મિત્ર ગૌરવ પણ તેના ઘરે આવતો હતો. ડિલિવરી પછી ઘરે એક પાર્ટી હતી, જ્યાં ગૌરવે તેના મિત્રની સાળીને જોઈ ગયો હતો. ગૌરવે તેના મિત્રને પડકાર ફેંક્યો હતો કે ‘હું તારી સાળીને પ્રેમના જાળમાં ફસાવીશ.’ યુવતીના બનેવીએ કહ્યું કે ‘તારામાં આવુ કરવાની હિંમત નથી અને કરી પણ ના શકે. જો કે થોડા દિવસો પછી બનેવીને ખબર પડી કે ગૌરવે તેની સાળીને  પ્રેમજાળમાં ફસાવી લીધી છે.

ગૌરવનું વર્તન સારું નહોતું!

એવો આરોપ છે કે ગૌરવનું વર્તન સારું નહોતું. એટલા માટે બનેવીએ તેની સાળીને મળવાની મનાઈ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ગૌરવે તેની સાળીના વાંધાજનક ફોટા અને વીડિયો પણ બનાવી લીધા હતા. થોડા સમય પછી સાળીને બનેવીએ સમજાવતાં ગૌરવને મળવાનું બંધ કરી દીધુ હતુ. જેથી  ગૌરવ રોષે ભરાયો હતો. ગૌરવ સાળીનો પીછો કરી ધમકીઓ આપવા લાગ્યો હતો. ગૌરવે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતુ. ધમકી આપી હતી કે ‘જો તું મને મળવા નહીં આવે તો હું વીડિયો વાયરલ કરી દઈશ.’

મૃતકની ગર્ભવતી બહેનના ગંભીર આરોપ

મૃતકની ગર્ભવતી બહેન અને તેના બનેવીએ આરોપ લગાવ્યા છે કે ગૌરવે પાર્ટીમાં સાળીને પ્રેમજાળમાં ફસાવવાની ચેલેન્જ આપી હતી  અને પછી તેની સાથે પ્રેમસંબંધ બાધ્યો હતો.  બાદમાં બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. તે તેને ધમકી આપીને ફોન કરતો હતો. તેણે મંગળવારે પણ તેને ધમકી આપી હતી, જેનાથી મારી સાળી આઘાતમાં સરી પડી  હતી અને લાગી આવતાં આપઘાત કરી લીધો છે.

પોલીસે શું કહ્યું?

આ કેસમાં એડીસીપી કપિલ દેવ સિંહ કહે છે કે એક છોકરીએ આત્મહત્યા કરી છે, તેની બહેને FIR નોંધાવી છે કે ગૌરવ નામનો એક યુવક તેને હેરાન કરી રહ્યો હતો. લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને આરોપીની શોધ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

UP: કિન્નરો સાથે કામ કરવું મોંઘુ પડ્યુ, પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, બેભાન કરી નપસંક કર્યો, જાણો હચમચાવી નાખતો કિસ્સો

Protests against Trump: અમેરિકાના 50 રાજ્યો ટ્રમ્પ વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા, વ્હાઇટ હાઉસમાં ખળભળાટ, જાણો કારણ?

Lucknow: બારમાંથી હિંદુ છોકરીઓ અને મુસ્લીમ છોકરા નગ્ન પકડાયા?, જાણો શું છે સચ્ચાઈ?

Banaskantha: પાલનપુરમાં વોરંટ બજાવવા ગયેલી પોલીસ પર ધારિયાથી હુમલો,  2 ની ધરપકડ

phagwel Virpur rally: અમૂલ ડેરીએ ખરીદેલી જમીનમાં ભ્રષ્ટાચાર!, પશુપાલકો અને ડિરેક્ટરોએ ફાગવેલથી વીરપુર સુધી રેલી કાઢી

Related Posts

West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન
  • October 31, 2026

West Bengal SIR: પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) દરમિયાન મતદાર યાદીમાં નામ સામેલ કરવા યોગ્ય ઠરાવવામાં આવેલા લાખો લોકો સામે અપીલો દાખલ કરવામાં આવી હોવાનો મામલો ચર્ચામાં…

Continue reading
Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું
  • October 31, 2026

Manipur Kangpokpi Shutdown: મણિપુરમાં હિંસા, અપહરણ અને હત્યાની ઘટનાઓ ફરી વધી રહી છે. રાજ્યના કાંગપોકપી જિલ્લામાં બે કુકી પુરુષોના કથિત અપહરણ બાદ કુકી-ઝોમી સંગઠન Committee on Tribal Unity (COTU)એ 48…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન

  • October 31, 2026
  • 4 views
West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ

  • October 31, 2026
  • 5 views
Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ

Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું

  • October 31, 2026
  • 6 views
Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું

UP Government Jobs Rule: સત્તા પરિવર્તન માટે હિંસક પ્રયાસ કરનારાઓને સરકારી નોકરી નહીં, યોગી સરકારના નવા નિયમો

  • October 31, 2026
  • 6 views
UP Government Jobs Rule: સત્તા પરિવર્તન માટે હિંસક પ્રયાસ કરનારાઓને સરકારી નોકરી નહીં, યોગી સરકારના નવા નિયમો

UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

  • October 31, 2026
  • 13 views
UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો

  • October 31, 2026
  • 10 views
IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો