
મહારાષ્ટ્રના જલગાંવમાં બુધવારે થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો છે. જેમાંથી 8 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવાથી મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. જેમાં સામે આવતી અન્ય ટ્રેન નીચે મુસાફરો કચડાઈ ગયા હતા. કર્ણાટક એક્સપ્રેસના ડ્રાઇવરે અહીં ટ્રેનની ગતિ ધીમી કરી હતી, તેમ છતાં વળાંકને કારણે તે લોકોને જોઈ શક્યો નહીં. જેથી લોકો ટ્રેન નીચે આવી ગયા હતા. અહેવાલો અનુસાર, વળાંકને કારણે, કર્ણાટક એક્સપ્રેસના ડ્રાઇવરે ટ્રેનની ગતિ 30 કિમી પ્રતિ કલાકથી ઓછી કરી દીધી હતી. PM નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. બે ડઝનથી વધુ મુસાફરો પણ હોસ્પિટલોમાં દાખલ છે. મુસાફરોના મૃત્યુઆંકમાં વધુ વધારો થઈ શકે છે.
આ અકસ્માત કેવી રીતે થયો?
વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું કે મહારાષ્ટ્રના જલગાંવમાં રેલ્વે ટ્રેક પર થયેલા દુ:ખદ અકસ્માતથી તેઓ દુઃખી છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું અને તમામ ઈજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડી રહ્યા છે. જલગાંવથી 20 કિમી દૂર તે સ્થળે જ્યાં કર્ણાટક એક્સપ્રેસે પુષ્પકના મુસાફરોને કચડી નાખ્યા હતા. તેની પાછળનું કારણ પણ સામે આવ્યું છે. જ્યા આ દુર્ઘટના સર્જાઈ ત્યાં ટ્રેક પર એક તીવ્ર વળાંક છે. આ કારણે, બીજા ટ્રેક પર બેઠેલા અને નીચે પટકાયેલા મુસાફરોને ખ્યાલ ન આવ્યો કે ટ્રેન આવી રહી છે. આ કારણોસર મુસાફરો ખસ્યા નહીં. જેથી કર્ણાટક એક્સપ્રેસે ટક્કર મારી હતી.
નિષ્ણાંતો અકસ્માત અંગે શું કહે છે?
ટ્રેન અચાનક ધીમી પડી ગઈ અને ટ્રેન નીચેથી ધુમાડો નીકળવા લાગ્યો. નિષ્ણાતો કહે છે કે અચાનક બ્રેક મારવાથી બ્રેક શૂ ઘસાઈ ગયું હતું. જેના કારણે ધુમાડો થયો. ટ્રેનમાં આગ લાગી છે એવું વિચારીને મુસાફરો ડરી ગયા અને તેમણે એલાર્મ ચેઇન ખેંચી. શું થયું તે જોવા માટે કેટલાક મુસાફરો ટ્રેનમાંથી ઉતર્યા. જ્યાં ટ્રેન ઉભી હતી, ત્યાં ટ્રેક લગભગ બે ડિગ્રી રાઉન્ડમાં છે. આ કારણે, મુસાફરો જોઈ શક્યા નહીં કે જે ટ્રેક પર તેઓ ઉભા હતા તે જ ટ્રેક પર કોઈ ટ્રેન આવી રહી છે. બીજી ટ્રેનના પાઇલટની પણ આવી જ હાલત હતી. તે પણ જોઈ શકતો ન હતો કે ટ્રેક પર આગળ શું હતું? સારી વાત એ હતી કે એલાર્મ ચેઇન પુલિંગ (ACP) પછી, પુષ્પક એક્સપ્રેસના પાયલોટે નિયમ મુજબ ટ્રેનની ફ્લેશર લાઇટ ચાલુ કરી દીધી હતી. કર્ણાટક એક્સપ્રેસના ડ્રાઇવરે આ જોયું અને ટ્રેનને બ્રેક મારવાનું શરૂ કર્યું. ટ્રેનની ગતિ ધીમી પડી ગઈ હતી. જો ટ્રેન તેની ગતિમાં હોત તો મૃત્યુઆંક વધી શક્યો હોત.
આ પણ વાંચોઃ Rajkot Murder Case: પતિએ પત્નીની કરી કરપીણ હત્યા, બે સંતાનો બન્યા નોંધારા
આ પણ વાંચોઃ BREAKING: ભાજપને ઝટકો, 100 જેટલા કાર્યકરોએ કમળ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો