
Nitin Patel controversial speech in Mehsana: ચેટીચાંદએ સૌથી લોકપ્રિય સિંધી તહેવાર છે. જે ચૈત્ર મહિનામાં ચંદ્રના વેક્સિંગ તબક્કા દરમિયાન ઉજવવામાં આવે છે. સિંધી સમાજનું નવું વર્ષ પણ ગણવામાં આવે છે. મુખ્ય ઉત્સવની શરૂઆત ભગવાન ઝુલેલાલ પૂજાથી થાય છે. મહેસાણાના કડી શહેરમાં સિંધી સમાજ દ્વારા 29 માર્ચે સાંજે ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહોત્સવામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઘણા વિવાદસ્પદ નિવેદન આપ્યા છે.
નીતિન પટેલે 29 માર્ચ, 2025ના રોજ મહેસાણાના કડીમાં સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવ દરમિયાન કહ્યું કે, “સિંધી કોઈ ધર્મ નથી, સંપ્રદાય છે. અખંડ ભારતના ભાગલા પડતાં તેઓ અહીં આવ્યા. મુસલમાનોએ જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી. તેમનું ભૂત ગમે ત્યારે ધૂણે છે, જુઓ ઔરંગઝેબનું ભૂત ફરી ધૂણ્યું છે.” આ નિવેદનમાં તેમણે સિંધી સમાજના ઇતિહાસ અને ભારતના ભાગલા સમયે તેમના પર થયેલા અત્યાચારોનો ઉલ્લેખ કર્યો, જે મુખ્યત્વે પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરીને આવેલા સિંધીઓના અનુભવો સાથે જોડાયેલો છે.
ચાંદચેટી પર પૂર્વ મુખ્યમંત્રીના નિવેદન આપવા યોગ્ય?
આ પણ વાંચોઃ Jamnagar: રિક્ષાચાલકનું રહસ્યમય મોત: આંબેડકર બ્રિજ નીચેથી મળ્યો મૃતદેહ
આ પણ વાંચોઃ Vyara: બોલો અહીં ખેડૂતોએ ખેતરમાં જવા ટોલ ચૂકવવો પડે છે, ભારે વિરોધ (VIDEO)
આ પણ વાંચોઃ મુસ્લીમોના મિત્ર બનવા PM મોદીના પ્રયાસ કેમ?, સંજય રાઉતે કહ્યું આ ઢોંગ છે! | Saugat-E-Modi
આ પણ વાંચોઃ Rajkot: ન્યારી ડેમ પાસે અકસ્માતનો ભોગ બનેલા યુવકનું મોત, શું થયા આક્ષેપ?