
- મુંબઈના ઉલ્લાસનગરમાં MNSના કાર્યકરોએ SBI બેન્કના કર્મચારીઓને ધમકાવ્યાં
- અંગ્રેજી અને અન્ય ભાષામાં લખેલાં બોર્ડ કાર્યકરોએ તોડી પાડ્યાં.
Mumbai । ભાષા પ્રત્યેનો પ્રેમ હોવો એ બહુ જ સાહજીક અને આવશ્યક ઘટના છે. પરંતુ, ભાષાના નામે રાજકારણ રમવું? ભાષા પ્રેમના નામે તોડફોડ કરવી, લોકોને ધમકાવવા આ બધું કેટલું યોગ્ય છે?
દેશની આર્થિક રાજધાની મુંબઈ કોસ્મોપોલિટીન શહેર છે. દરેક જાતી – ધર્મ – પ્રાંતના લોકો અહીં રહે છે. દેશ – વિદેશમાં શહેર પોતાની ઓળખ ધરાવે છે. આ સંજોગોમાં એમ.એન.એસ. પાર્ટીના કાર્યકરો મરાઠી ભાષાનો હઠાગ્રહ રાખીને છાશવારે ઉત્પાત મચાવતી જોવા મળે છે.
એમ.એન.એસ. પાર્ટીના કાર્યકરોનો મરાઠી ભાષા પ્રેમ ઉત્તમ છે. તેઓ સર્વત્ર મરાઠી ભાષામાં લખેલાં સાઈન બોર્ડ જોવા માંગે છે એ પણ બહુ સારો વિચાર છે. અને તેઓએ એમનાં વિચારને સાકાર કરવા માટે સ્થાનિક તંત્રને, ધારાસભ્યોને, મુખ્યમંત્રીને અને કંઇ નહીં તો સ્વઘોષિત મહામાનવ નરેન્દ્ર દામોદરદાસ મોદીને રજૂઆત કરવી જોઈએ. આ તમામ પર ભરોસો ના હોય તો એમણે ન્યાયાલયના દરવાજા ખખડાવવા જોઈએ. બેન્કની શાખાઓમાં કે કોઈ મોલમાં ઘુસીને ત્યાં દાદાગીરી બતાવીને પરાણે મરાઠી ભાષાનો પ્રેમ વ્યક્ત કરવા લોકોને મજબૂર કરવાથી તો કંઈ થવાનું નથી.
ખરેખર, એમ.એન.એસ. પાર્ટીના કાર્યકરોમાં જોમ – જુસ્સો હોય તો મોટા સાંઢ સામે લડે. બિચારા નાનાં લોકો પર દાદાગીરી બતાવીને આખરે શું થવાનું? રાજકીય ક્ષેત્રના માતેલાં સાંઢ તમને ગાંઠતા નથી, એટલે લાચાર લોકોની સામે પાંચ – પચ્ચીસનું ટોળું લઈ જઈને દાદાગીરી કરવાની? તોડફોડ કરવાની? અરે હિંમત કરો… દિલ્હી પહોંચો… મોદી સરકારને હચમચાવી નાંખો. પીએમ મોદીને મજબૂર કરો કે એ મહારાષ્ટ્રમાં આવે તો મરાઠીમાં ભાષણ આપવા લાગે.
એમ.એન.એસ.ના કાર્યકર્તાઓ છેવટે એવું પણ કરી શકે કે, રેલ્વે સ્ટેશન – એરપોર્ટ પર ગોઠવાઈ જાય. જે નવો વ્યક્તિ મુંબઈની ધરતી પર પગ મુકે એને સાઈડમાં લઈ જઈ મરાઠી ભાષાનું જ્ઞાન આપે. મરાઠી આવડતું ના હોય એને મુંબઈમાં ઘુસવા જ ના દેશો.. દોસ્તો… સ્ટેશન – એરપોર્ટ પર જ મરાઠીનું એવું શિક્ષણ આપો કે, આવનાર વ્યક્તિ ત્યાંથી જ રિટર્ન ટિકીટ કરાવી લે.
જુઓ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ઉલ્લાસનગર બ્રાન્ચમાં એમ.એન.એસ.ના કાર્યકર્તાઓએ કેવું વર્તન કર્યું? આવા ભાષા પ્રેમ કે ભાષા હઠાગ્રહ બાબતે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જણાવશો.
Kalesh b/w MNS Workers and SBI bank staff of Ulhasnagar over using Other languages instead of Marathi:
pic.twitter.com/1oLVRK3yyD— Ghar Ke Kalesh (@gharkekalesh) April 5, 2025







