
Meerut: મેરઠમાં ભૂની ટોલ પ્લાઝા પર 17 ઓગસ્ટ,2025 ના રોજ આર્મી જવાન પર હુમલાની ઘટના બની હતી,આ ઘટનાને ગંભીરતાથી લઈને NHAIએ ટોલ એજન્સી પર ₹૨૦ લાખનો દંડ લગાવ્યો છે.
શું છે સમગ્ર મામલો ?
ભારતના મેરઠમાં બની એક ગંભીર ઘટના, જે 17 ઓગસ્ટ,2025 ના રોજ ભૂની ટોલ પ્લાઝા પર બની, જ્યાં આર્મીના સૈનિકમાંથી એક જવાન પર ટોલના કર્મચારીઓએ હુમલો કર્યો હતો. આનો વીડિયો વાયરલ થયો, જેમાં દેખાય છે કે સ્થાનિક લોકો ગુસ્સામાં ટોલ પ્લાઝા પર હુમલો કરી રહ્યા છે, કારણ કે લોકોને લાગે છે કે આ સૈનિકોનું અપમાન થઈ રહ્યું છે.આ જવાન, જેનું નામ કપિલ છે, તે સૈન્યમાં ફરજ બજાવે છે અને ડ્યુટી પર જઈ રહ્યો હતો. ટોલ પ્લાઝા પર લાંબી કતાર હતી, અને તેણે કર્મચારીઓને ઝડપથી રસ્તો સાફ કરવા કહ્યું. આ દરમિયાન ઝઘડો થયો અને ટોલના કર્મચારીઓએ તેના પર હુમલો કર્યો, તેને લાઇટ પોસ્ટ સાથે બાંધી અને માર માર્યો, જેમાં એક વખત ઈંટ પણ વાપરવામાં આવી.
NHAIનો ટોલ એજન્સી પર ₹20 લાખનો દંડ
રાષ્ટ્રીય હાઇવે અથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ આ ઘટના પર કાર્યવાહી કરી છે અને ટોલ એજન્સી પર ₹૨૦ લાખનો દંડ લગાવ્યો છે. તેમણે એજન્સીનો કોન્ટ્રાક્ટ ખતમ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરીછે.ટોલ કંપની તેના કર્મચારીઓને નિયંત્રિત કરવામાં અને શિસ્ત જાળવવામાં નિષ્ફળ રહી છે, જે કરારનો ભંગ છે. NHAI એ સ્પષ્ટ કર્યું છે અને કહ્યું કે સૈનિકોનું અપમાન કોઈરીતે ચલાવી લેવાશે નહીં.
“थानेदार! क्या करते हो तुम?”
भारतीय सेना के जवान की पिटाई के 20 घंटे बाद BJP नेता संगीत सोम टोल प्लाजा पर पहुंचे और थानेदार पर बरस पड़े
रात 11 बजे केस दर्ज होने के बाद पुलिस ने 6 आरोपियों को गिरफ्तार किया है. संगीत सोम ने थानेदार के ऊपर “राजनीति का ठीकरा” फोड़ दिया है pic.twitter.com/NJODLXLxiu
— Narendra Pratap (@hindipatrakar) August 18, 2025
ભાજપના નેતા પોલીસ પર કેમ ભડક્યાં?
ઉત્તર પ્રદેશના મેરઠમાં સેનાના જવાનને માર માર્યા બાદ ભાજપના નેતા સંગીત સોમ સેંકડો ગ્રામજનો સાથે સરુરપુરના ભુની ટોલ પ્લાઝા પર પહોંચ્યા હતા અને એસપીએ ભાજપના નેતા સંગીત સોમને સમગ્ર મામલાની જાણ કરી. આ અંગે સંગીત સોમે એસપીને ઠપકો આપ્યો. તેમણે કહ્યું, “શ્રી મિશ્રાજી, તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. તમે શા માટે સામેલ થઈ રહ્યા છો? તમે દેખાડો કરવા માટે ફોન કરી રહ્યા છો. હવે હું તે કરીશ. તમારે કેપ્ટન બનવાની જરૂર નથી. કેપ્ટનને મોકલો. હું ફક્ત કેપ્ટન સાથે જ વાત કરીશ.”
ભાજપ નેતા સંગીત સોમનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મેરઠના ગ્રામીણ એસપી રાકેશ કુમાર મિશ્રા તેમની સામે બેઠા છે. સેનાના જવાનને માર મારવાથી ગુસ્સે થઈને સંગીત સોમ ગ્રામીણ એસપીને કહે છે કે તમારા જેવા અધિકારીઓ અહીં બેઠા છે તે આપણું દુર્ભાગ્ય છે. આના પર એસપી કહે છે કે અમારા જેવા લોકોએ 6 લોકોને પકડ્યા છે. આના પર સંગીત સોમ કહે છે કે, ‘ચોરોને પકડો, તમે મુખ્ય લોકોને કેમ નથી પકડતા. તેઓ હજુ સુધી કેમ પકડાયા નથી? મારી વાત સાંભળો, પહેલા બધાને પકડો. ટોલ કોન્ટ્રાક્ટર જેલમાં જશે. જો તમે મને ધરપકડ નહીં કરો તો હું કાલે તમારી સાથે આવીને બેસીશ.’
લોકોએ કડક કાર્યવાહીની માંગ કરી
લોકો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યાં છે કે આ પગલું પૂરતું નથી, કારણ કે એક સૈનિકનું આત્મસન્માન ₹૨૦ લાખથી વધુ મૂલ્યનું છે.આ ઘટનાએ લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે, દેશના દરેક યુવાનનો ખૂન ખોલાઈ રહ્યો છે. લોકો ઇચ્છે છે કે આ કર્મચારીઓ અને સંકળાયેલા લોકો પર કડક કાનૂની કાર્યવાહી થાય, જેમ કે તેમના પેન કાર્ડ અને આધાર કાર્ડ બ્લોક કરવા અને સજા આપવી.
આ ઘટના ભારતમાં સૈનિકો પ્રત્યે સન્માન અને સંસ્થાઓ પર વિશ્વાસના મુદ્દે ચર્ચા ઊભી કરે છે. જો કાનૂની કાર્યવાહીમાં નરમાઈ દેખાય તો જનતાનો વિશ્વાસ ઘટી શકે છે.
પોલીસની હાલની કાર્યવાહી
આ ઘટના પછી સ્થાનિક પોલીસે તરત FIR નોંધી અને 6 આરોપીઓની ધરપકડ કરી છે. CCTV ફૂટેજના આધારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા સ્થાનિક ગ્રામજનોએ પણ ટોલ પ્લાઝા પર તોડફોડ કરી હતી. હાલમાં, આર્મી જવાનની તબિયત સારી છે, પણ આ ઘટનાએ સૈનિકોના સન્માન અને ટોલ પ્લાઝા પર સુરક્ષા વ્યવસ્થાને લગતા ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વહીવટીતંત્રએ કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
આ પણ વાંચો
UP: ભદ્રોહી જિલ્લામાં દર્દનાક ઘટના, ઝડપના દાનવે લીધો માસૂમનો જીવ, માતા ગંભીર
Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ