
મહેસાણા શહેરમાં આવેલી દૂધ સાગર ડેરી બોનસ કેસમાં મોટી અપડેટ સામે આવી છે. અમદાવાદ કોર્ટમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી સહિત 3 લોકો સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે. દૂધસાગર ડેરીમાં રૂપિયા 14 કરોડનાં બોનસ મામલે કેસ દાખલ થયો હતો. જ્યારે, 25 હજારથી વધુ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરાયાં છે. કેસમાં 2,300 થી વધુ સાક્ષીઓની તપાસ કરવામાં આવી છે.