
વિજાપુર નગરપાલિકાના પૂર્વના ઘરે SMC 2.21 લાખનો દારુ ઝડપી પાડ્યો છે. દારૂ સહિત 3 ગાડી સાથે કુલ રુ. 8.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SMCએ રેડ પાડતાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. હાલ પોલીસે પૂર્વ પ્રમુખ સહિત ત્રણ આરોપીઓને દબોચી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર SMC ટીમને બાતમી મળી હતી કે મહેસાણાની વિજાપુર પાલિકાનો પૂર્વ પ્રમુખ રેણુશી દિનેસિંહ ચૌહાણ પોતાના ઘરમાં વિદેશી દારુ રાખી વેચાણ કરે છે. જે બાતમી આધારે SMCની ટીમે દરોડો પાડ્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. જોકે SMCએ રેણુશી સહિત કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન તપાસ કરતાં ઈંગ્લીશ દારુની 954 બોટલ મળી આવી હતી. જેથી ટીમએ દારુ, ત્રણ કાર સાથે રુ. 8,80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ માલ આપનાર અને લેનાર કુલ મળી 8 આરોપીઓ વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલે વિજાપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
આ પણ વાંચોઃ નીતિન પટેલે એક જ ફોન કરતાં રેલવે વિભાગે નાળું ખોલી નાખ્યું